<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

સોનામાં મંદી : ૧૧૦૦ રૂા. તૂટયા

૧૦ ગ્રામના ભાવ ઘટીને ૯૭,૯૦૦ રૂા. થયા : ચાંદીના ભાવ સ્‍થિર

રાજકોટ, તા., ર૯: સોનાના ભાવો સ્‍થિર રહયા બાદ આજે ૧૧૦૦ રૂા.નો ઘટાડો જોવા મળ્‍યો હતો. જયારે ચાંદીના ભાવ સ્‍થિર રહયા હતા.

બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૧૧૦૦ રૂા. તૂટયા હતા. ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૯૯,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૯૭,૯૦૦ રૂા. થયા હતા. ગઇકાલે સવારે સોનાના ભાવ ૯૯,૦૦૦ રૂા. તે ઘટીને રાત્રે ૯૮,પ૦૦ રૂા. થઇ ગયા હતા. અને આજે બપોરે ભાવ ઘટીને ૯૭,૯૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્‍કીટમાં ૧૧,૦૦૦ રૂા. નો કડાકો થયો હતો. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૯,૯૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૯,૭૯,૦૦૦ રૂા. ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. ચાંદીના ભાવમાં કોઇ વધઘટ ન હતી. ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૯૯,૦૦૦ રૂા. ની સપાટીએ સ્‍થિર રહયા હતા. (૪.૧૨)

(3:56 PM IST)