<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

એનઆર વંદના ટેક્‍સનો રૂ.૨૭.૮૯ કરોડનો આઇપીઓ શરૂઃ ૩૦મી મેના રોજબંધ થશે

કોલકત્તા તા.૨૯: એનઆર વંદના ટેક્‍સ ઇન્‍ડસ્‍ટ્રિસ લિમિટેડ- જે કોટન ટેક્‍સટાઈલ્‍સ પ્રોડટ્‍સની એક અગ્રણી ડિઝાઈનર, ઉત્‍પાદક તથા વ્‍હોલસેલર કંપની છે, તેનો રૂ.૨૭.૮૯ કરોડનો ઇનિશિયલ પબ્‍લિક ઓફરિંગ (આઇપીઓ) આવી રહ્યો છે, ૨૮મી મે, બુધવારથી અને બંધ થશે ૩૦મી મેના રોજ.

કંપનીએ પ્રતિ શેર રૂ.૪૨થી રૂ.૪૫નો એક ફિક્‍સ્‍ડ પ્રાઈઝ બેન્‍ડ નક્કી કર્યો છે. આઇપીઓ અહીં એક સંપૂર્ણપણે નવા ૬૧,૯૮,૦૦૦ શેરના ઇસ્‍યૂ કરશે અને -ાઈઝ બેન્‍ડના અપર એન્‍ડ પર રૂ.૨૭.૮૯ કરોડ ઉભા કરશે. કંપનીએ ક્‍વોલિફાઈડ ઇન્‍સ્‍ટિટયુશનલ બિડર્સ (કયુઆઇબીસ) માટે ૨૯,૩૭,૦૦૦ શેરની ફાળવણી કરી છે, નોન-ઇન્‍સ્‍ટીટયુશનલ બિડર્સ (એનઆઇબીસ) માટે ૧૧,૯૭,૦૦૦ શેર ફાળવ્‍યા છે અને રિટેલ એપ્‍લિકન્‍ટ્‍સ માટે ૨૦,૬૪,૦૦૦ શેરની ફાળવણી કરી છે. આ ઇસ્‍યુની લોટ સાઈઝ ઓછામાં ઓછી ૩૦૦૦ની છે અને તે માટે રૂ.૧.૩૫ લાખની રકમની અરજી કરવાની રહેશે. ત્‍યારબાદ તેના ગુણાંકમાં તેની અરજી કરવાની રહેશે. એચએનઆઇએ ઓછામાં ઓછી ૯૦૦૦ શેરની અરજી રહેશે, જે માટે તેમને રૂ. ૪.૦૫ લાખ ભરવાના રહેશે.

એનઆર વંદના ટેક્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝનો હેતુ, ઇશ્‍યુમાંથી મળેલી ચોખ્‍ખી રકમનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો (રૂ.૧૬.૨૮ કરોડ), ચોક્કસ લોનની ચુકવણી (રૂ.૫ કરોડ) અને બાકીની રકમ સામાન્‍ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાનો છે.

આ શેર ૪ જૂનના રોજ એનએસઇ એસએમઇ ઇમર્જ પ્‍લેટફોર્મ પર લિસ્‍ટ થવાની સંભાવના છે. આ ઇશ્‍યૂના મુખ્‍ય મેનેજર મારવાડી ચંદારાણા ઇન્‍ટરમીડિયરીઝ બ્રોકર્સ છે, જ્‍યારે રજિસ્‍ટ્રાર છે, કેમિયો કોર્પોરેટ સર્વિસીસ. અલાક્રિટી સિકયોરિટીઝ એ માર્કેટ મેકર છે.(૩૮.૨૬)

(3:56 PM IST)