News of Thursday, 29th May 2025
દેવાના દરિયામાં ડૂબી ગયેલા અનિલ અંબાણીનો બિઝનેસ ફરીથી ઉડાન ભરવા તરફ : કંપનીઓનું દેવું ઓછું કરવા માટે તેમણે 17,600 કરોડ રુપિયા એકત્ર કર્યા
રિલાયન્સ પાવરની અનેક સબ્સિડિયરી કંપનીઓએ દેશ વિદેશમાં સોલર અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટની અને રિલાયન્સ ઈન્ફાએ જર્મનીની રહેનમેટલ સાથે દારુગોળા સપ્લાય કરવાની ડિફેન્સ ડીલ પણ સાઈન કરી

નવી દિલ્હી તા.૨૯ : દેવાના દરિયામાં ડૂબી ગયેલા અનિલ અંબાણીનો બિઝનેસ ફરીથી ઉડાન ભરી રહ્યો છે. તેમની કંપનીઓનું પરફોર્મન્સ સુધરવા લાગ્યું છે. નવા કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે. કંપનીઓની માર્કેટ વેલ્યુ સુધરી રહી છે. ત્યારે કંપનીઓનું દેવું ઓછું કરવા માટે તેમણે 17,600 રુપિયા એકત્ર કર્યા છે. ચાલો જાણીએ કે ક્યાંથી આવ્યા 17,600 કરોડ?
ક્યાંથી આવ્યા 17,600 કરોડ?
અનિલ અંબાણીની બે લિસ્ટેડ કંપની રિલાયન્સ ઈન્ફા અને રિલાયન્સ પાવર સિવાયની તમામ કંપનીઓ દેવામાં ડૂબી ગઈ હતી. પરંતુ આ બે કંપનીઓ ટકી રહી. સપ્ટેમ્બરમાં આ બે કંપનીઓ અને તેમની સબ્સિડિયરી કંપનીઓએ સપ્ટેમ્બરમાં લોનની ભરપાઈ કરવાની શરૂઆત કરી હતી. કંપનીએ વિદેશી કન્વર્ટિબલ કરન્સી બોન્ડ અને પ્રિફરેન્શિયલ ઈશ્યુથી કંપનીમાં ફંડ એકત્ર કરવાનું શરૂ કર્યું હતું.
બંને કંપનીઓએ 4500 કરોડ રુપિયાના પ્રિફરેન્સિયલ ઈક્વિટી ઈશ્યુ જારી કર્યાહતા. આ સિવાય 7100 કરોડ ભાગીદારો પાસેથી એકઠા કર્યા હતા. આ સિવાય બંને કંપનીઓએ 3-3 હજાર કરોડના ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ પ્લેસમેન્ટના માધ્યમથી એકત્ર કર્યા. આ રીતે 17600 કરોડ રુપિયા એકત્ર કરીને અનિલ અંબાણીએ કમબેક કર્યું.
જર્મનીની કંપની સાથે ડિફેન્સ ડીલ
આ બંને કંપનીઓની માર્કેટ કેપ આજે 33 હજાર કરોડ રુપિયાની આસપાસ છે. હાલમાં રિલાયન્સ પાવરની અનેક સબ્સિડિયરી કંપનીઓએ દેશ વિદેશમાં સોલર અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટની ડીલ કરી છે. તો રિલાયન્સ ઈન્ફાએ જર્મનીની રહેનમેટલ સાથે દારુગોળા સપ્લાય કરવાની ડિફેન્સ ડીલ પણ સાઈન કરી છે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
