News of Thursday, 29th May 2025
આખરે ઝૂક્યા યુનુસ :ચૂંટણીની કરી જાહેરાત :બાંગ્લાદેશની રાષ્ટ્રીય ચૂંટણી આ વર્ષે ડિસેમ્બર અને જૂન 2026 વચ્ચે યોજાશે
જાપાનની રાજધાની ટોક્યોમાં એક સાર્વજનિક સભાને સંબોધતા ચૂંટણીના આહ્વાનને સ્વીકારતા કહ્યું હતું કે, ચૂંટણી ડિસેમ્બર 2025થી જૂન 2026 દરમિયાન યોજાઈ શકે

બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યૂનુસે સેના અને અન્ય રાજકીય પાર્ટીઓ દ્વારા સતત વધતા દબાણની વચ્ચે આગામી ચૂંટણીને લઈને સમય સીમાની જાહેરાત કરી દીધી છે. પોતાની યાત્રા અંતર્ગત જાપાન પહોંચેલા યૂનુસે જાહેરાત કરી કે બાંગ્લાદેશની આગામી રાષ્ટ્રીય ચૂંટણી આ વર્ષે ડિસેમ્બર અને જૂન 2026 વચ્ચે યોજાશે. યૂનુસની આ ટિપ્પણી એવા સમયે સામે છે જ્યારે બાંગ્લાદેશમાં ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીએ ઢાકામાં એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું.
જાપાનની રાજધાની ટોક્યોમાં એક સાર્વજનિક સભાને સંબોધતા ચૂંટણીના આહ્વાનને સ્વીકારતા કહ્યું હતું કે, ચૂંટણી ડિસેમ્બર 2025થી જૂન 2026 દરમિયાન યોજાઈ શકે છે.
બાંગ્લાદેશી અખબાર ઢાકા ટ્રિબ્યૂનમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ, યૂનુસે કહ્યું- જ્યારે ચૂંટણી થાય છે તો એક ચૂંટાયેલી સરકાર જવાબદારી લે છે અને આપણે તેમને સોંપી દઈએ છીએ. લોકો મને પૂછી રહ્યાં છે કે ચૂંટણી ક્યારે થશે, એવું એટલા માટે કેમકે રાજનેતા પોતાની સત્તા મેળવવ માટે ખૂબ જ અધીરા છે. તેથી હું તેમને છેલ્લાં કેટલાંક સમયથી વાયદો કરી રહ્યો છું. ચૂંટણી આ વર્ષે ડિસેમ્બર કે પછી જૂન 2026 સુધી થઈ શકે છે. આ છ મહિનાનો સમય એ જોવા માટે કે આપણે કેટલી ઝડપથી આપણી સિસ્ટમમાં સુધારો કરી શકીએ છીએ.
છેલ્લાં કેટલાંક સમયમાં બાંગ્લાદેશમાં યૂનુસ અને વિપક્ષી પાર્ટીઓ અને સેના વચ્ચે કંઈ મનમેળ નથી. યૂનુસ પોતાની જાપાન યાત્રા પર ખાલિદા ઝિયાની BNP ઢાકામાં રેલી યોજે છે. બીજી તરફ સેના પ્રમુખ વાકર ઉઝ જમાને પણ યૂનુસની વચગાળાની સરકારને ચેતવણી આપતા જેમ બને તેમ ઝડપથી ચૂંટણી યોજાવવાનું કહ્યું છે. સેના પ્રમુખે કહ્યું હતું કે દેશમાં સુધારો કરાવવા અને દેશના ભાગ્યના નિર્ણય લેવા માટનો અધિકાર માત્ર ચૂંટાયેલી સરકારને છે ન તો વચગાળાની સરકારને.
વચગાળાની સરકાર ઉપર સતત વધતા દબાણ વચ્ચે યૂનુસે રાજીનામાની ઓફર કરીને સહાનુભૂતિ મેળવવાના પ્રયાસ કર્યા પરંતુ તેમના આ નાટકને જોઈએ તેટલી સફળતા ન મળી.
બીજી તરફ યૂનુસના દાવાઓની પોલ ખોલતા બીએનપીના કાર્યવાહક અધ્યક્ષ તારિક રહેમાને કહ્યું, રાષ્ટ્રીય ચૂંટણીને લઈને પહેલાથી બહાના બનાવવામાં આવી રહ્યાં છે. 10 મહિના પછી પણ વચગાળાની સરકાર ચૂંટણીની તારીખ જાહેર કરી શકી નથી પરંતુ યૂનુસ સરકારે શેખ હસીનાના ગયાને 10 મહિના બાદ પણ હજુ સુધી ચૂંટણીની તારીખ જાહેર કરી શકી નથી.
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
