<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

અર્ધલશ્કરી દળો માટે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય :સૈનિકોને નિવૃત્તિના છેલ્લા દિવસે માનદ પદ મળશે

ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સના સૈનિકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો:આ સન્માનજનક પહેલ સૈનિકોનું મનોબળ વધારશે

નવી દિલ્હી :ગૃહ મંત્રાલયે અર્ધલશ્કરી દળોના જવાનોને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઇફલ્સના ઓફિસર રેન્કથી નીચેના કર્મચારીઓને નિવૃત્તિના છેલ્લા દિવસે એક ઉચ્ચ રેન્કનો માનદ રેન્ક આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય કોન્સ્ટેબલથી સબ-ઇન્સ્પેક્ટર સુધીના નિવૃત્ત કર્મચારીઓને લાગુ પડશે. અર્ધલશ્કરી દળોમાં કામ કરતા સૈનિકો અને અધિકારીઓના આત્મસન્માન, ગૌરવ અને મનોબળને વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

CAPF અને આસામ રાઇફલ્સમાં લાંબી ગુણવત્તાપૂર્ણ સેવા બાદ નિવૃત્ત થનારા કોન્સ્ટેબલથી લઈને સબ ઇન્સ્પેક્ટર સુધીના કર્મચારીઓને નિવૃત્તિના છેલ્લા દિવસે કોઈપણ નાણાકીય કે પેન્શનરી લાભ વિના એક પદ ઉપર માનદ રેન્ક આપવામાં આવશે

માનદ પદ પ્રદાન કરવા માટેની લાયકાત, નિયમો અને શરતો

પાત્રતા માપદંડ

  • કર્મચારીઓએ નિવૃત્તિ સમયે બઢતીના તમામ માપદંડો પૂર્ણ કરવા આવશ્યક છે.
  • કર્મચારીઓનો સેવા રેકોર્ડ સારો અને સ્વચ્છ હોવો જોઈએ.
  • કર્મચારીઓના છેલ્લા 5 વર્ષના APARનું મૂલ્યાંકન ઓછામાં ઓછું 'સારું' હોવું જોઈએ.
  • છેલ્લા 5 વર્ષમાં કર્મચારીને કોઈ મોટી સજા ન મળવી જોઈતી હતી.
  • કર્મચારીઓની પ્રામાણિકતા શંકાની બહાર હોવી જોઈએ.
  • કર્મચારીઓની વિભાગીય તપાસ, તકેદારી મંજૂરી ફરજિયાત છે.

નિયમો અને શરત

  • માનદ પદ આપવા માટે સંબંધિત કમાન્ડિંગ ઓફિસર તરફથી ભલામણ હોવી આવશ્યક છે.
  • કર્મચારીઓને નિવૃત્તિના દિવસે માનદ પદ આપવામાં આવશે.
  • માનદ પદ સાથે કોઈ નાણાકીય કે પેન્શનરી લાભો ચૂકવવાપાત્ર રહેશે નહીં.
  • માનક પદ ફક્ત ત્યારે જ આપવામાં આવશે જ્યારે મંજૂર કરવામાં આવનાર પદ તે કેડરમાં અસ્તિત્વમાં હશે જેમાં કર્મચારીનો સમાવેશ થાય છે.

માનદ પદ આપવાથી કર્મચારીઓની આંતર-વરિષ્ઠતા અપ્રભાવિત રહેશે

(8:26 PM IST)