<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

ન્યૂયોર્કના રસ્તાઓ પર ભારતીયનો ભવ્ય વરઘોડો નીકળ્યો:લગ્નની જાનમાં મોટી ભીડ જામી :વોલ સ્ટ્રીટ બંધ કરવી પડી: જુઓ વિડિઓ

અમેરિકાના રસ્તાઓ પર ભારતની ભવ્ય પરંપરાની ઝાંખી : લોઅર મેનહટનના રસ્તાઓ પર નાચતા આ લગ્નમાં લગભગ 400 મહેમાનો હાજર રહ્યા: વરરાજાના વાહન અને પાછળથી ડીજેના તાલ પર નાચતા જાનૈયાઓના દ્રશ્યે લોકોનું ધ્યાન ખેંચ્યું

ન્યુયોર્ક : ભારતીય લગ્નોમાં ધાર્મિક વિધિઓનું ખાસ મહત્વ છે. ભારતમાં યોજાતા લગ્ન પોતાનામાં એક મોટા તહેવારથી ઓછા નથી. લોકો ઢોલ, ડીજે, સ્વાદિષ્ટ ભોજન વગેરેનો આનંદ માણે છે. હવે આ ભારતીય લગ્નોનો ટ્રેન્ડ વિદેશોમાં પણ જોવા મળી રહ્યો છે. આવી જ એક તસવીર આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે ન્યૂયોર્કના વોલ સ્ટ્રીટ પર લગ્નની જાન નીકળી રહી છે. આ વરઘોડો ભારતીય પરંપરા મુજબ જ કાઢવામાં આવ્યો હતો. તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા હતા.

ન્યૂયોર્કના રસ્તાઓ પર ભવ્ય વરઘોડો નીકળ્યો ત્યારે તે દ્રશ્ય જોવા જેવું હતું. અહીં લોઅર મેનહટનના રસ્તાઓ પર નાચતા આ લગ્નમાં લગભગ 400 મહેમાનો હાજર રહ્યા હતા. આગળ વરરાજાના વાહન અને પાછળથી ડીજેના તાલ પર નાચતા જાનૈયાઓ. આ દ્રશ્યે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

આ જાન નીકળી તે દરમિયાન ડીજે એજેએ પોતાનું પર્ફોર્મન્સ આપ્યું. તેણે પોતાની એક પોસ્ટમાં લખ્યું કે અમે 400 જાનૈયાઓ માટે વોલ સ્ટ્રીટ બંધ કરી દીધી છે. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આવું થઈ શકે છે. તેમણે આગળ લખ્યું કે આ એક જાદુ છે જે જીવનમાં એકવાર થાય છે

(8:31 PM IST)