News of Friday, 30th May 2025
ગજબ કહેવાયઃ ડોક્ટર્સે સર્જરી કરીને કૃત્રિમ યોનિ બનાવી દીધી
પીલીભીતમાં ૧૮ વર્ષની થવા છતાં યુવતીને માસિક ધર્મ નહોતું થતુઃ ડોક્ટરે યુવતીને આપ્યું નવું જીવન

પીલીભીત તા.૩૦: પીલીભીતમાં માસિક ધર્મ ન આવવાની સમસ્યાને લઈને જિલ્લા હોસ્પિટલમાં પહોંચેલી યુવતીની તપાસમાં જન્મથી ગર્ભાશય અને યોનિ ન હોવાની વાત સામે આવી. ડો. હિના પ્રકાશ અને તેમની ટીમે સફળ સર્જરી કરી યુવતીને યોનિ બનાવી આપી. આઠ દિવસની સારવાર બાદ મંગળવારે જિલ્લા હોસ્પિટલમાંથી તેને ડિસ્ચાર્જ કરી.
પીલીભીતની રહેવાસી ૧૮ વર્ષિય યુવતીને અત્યાર સુધી માસિક ધર્મ થયો નહોતો. જ્યારે માસિક ધર્મ પાંચ વર્ષ પહેલાં જ શરૂ થઈ જવા જોઈતા હતા. યુવતી પોતાની સમસ્યાના સમાધાન માટે જિલ્લા હોસ્પિટલના વરિષ્ઠ મહિલા રોગ નિષ્ણાત ડો. હિના પ્રકાશ પાસે પહોંચી હતી.
તેમણે પ્રાથમિક તપાસ બાદ દર્દીને એમઆરઆઈ તપાસ માટે મોકલી. રિપોર્ટમાં સામે આવ્યું કે, તે મુલેરિયન એજેનેસિસથી પીડિત છે. આ એક દુર્લભ જન્મજાત સ્થિતિ છે. તેમાં ગર્ભાશય અને યોનિનો વિકાસ થતો નથી. ડો. હિના પ્રકાશે જટિલ અને વિશેષ પ્રકારની સર્જરી એમ્નિઓન વેજાઇનોપ્લાસ્ટી કરવાનો નિર્ણય લીધો.
આ પ્રક્રિયામાં કોઈ અન્ય મહિલાના પ્રસવ બાદ પ્રાપ્ત થતાં પ્લેસેન્ટાની એમ્નિઓન પરતનો ઉપયોગ કરી યુવતીના શરીરમાં કળત્રિમ યોનિ બનાવવામાં આવે છે. સર્જરી એકદમ સફળ રહી. સર્જરી બાદ દર્દી હવે સામાન્ય જીવન જીવી શકશે.
ડો. હિના પ્રકાશે જણાવ્યું કે, આ પ્રકારની દુર્લભ સમસ્યાઓના સમાધાન આધુનિક ચિકિત્સા ટેક્રિક દ્વારા શકય છે. આ સર્જરી ન ફક્ત ચિકિત્સાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે, પણ આ દર્દીના જીવનમાં પણ કેટલીય નવી આશા લઈને આવ્યું છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
