News of Friday, 30th May 2025
યુનો ''ઠનઠન ગોપાલ'': હાલત ખરાબઃ ૧.૫ બિલિયન ડોલરનું જંગી દેવું : ૭૦૦૦ લોકોને ગડગડયું દેશે
કર્મચારીઓની સંખ્યા ૨૦ ટકા ઘટાડી પૈસા બચાવશે

યુનો,તા.૩૦ : સંયુકત રાષ્ટ્ર તેના કર્મચારીઓમાં ૨૦% ઘટાડો કરી શકે છે. આ માહિતી એક આંતરિક મેમોમાંથી પ્રકાશમાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે કાપની વિગતો બે અઠવાડિયામાં આપવી પડશે. સંયુકત રાષ્ટ્રે કર્મચારીઓ પાસેથી આ વિગતો માંગી છે. અમેરિકાએ ૧.૫ કરોડ રૃપિયાની બાકી રકમ પણ ચૂકવવી પડશે.
આગામી ૨૦ મહિનામાં સંયુકત રાષ્ટ્રમાં હજારો લોકો તેમની નોકરી ગુમાવી શકે છે. તેમની નોકરીઓ દાવ પર છે કારણ કે સંયુકત રાષ્ટ્રે ૨૦ ટકા કર્મચારીઓને છટણી કરવાનો નિર્ણય લીધો છે. સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, સંયુકત રાષ્ટ્રના આંતરિક મેમોમાં કર્મચારીઓમાં ઘટાડો કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, કંટ્રોલરને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ૨૦૨૬ સુધીમાં લગભગ ૭,૦૦૦ નોકરીઓમાં કાપ મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે.
કર્મચારીઓની સંખ્યામાં ઘટાડાનું મુખ્ય કારણ આર્થિક સંકટ હોવાનું માનવામાં આવે છે. રોઇટર્સના અહેવાલ મુજબ, કંટ્રોલરે કહ્યું છે કે આ ઘટાડો કરવામાં આવશે કારણ કે અમેરિકા પર સંયુકત રાષ્ટ્રનું ૧.૫ બિલિયન ડોલર (લગભગ ૧.૨૮૪ લાખ કરોડ રૃપિયા) બાકી છે. આ માહિતી એવા સમયે પ્રકાશમાં આવી છે જ્યારે ટ્રમ્પના સલાહકાર રહેલા અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્કે તેમના વિવાદાસ્પદ અને કથિત ખર્ચ-વધારાના કાયદા સાથે અસંમતિ વ્યકત કરતા રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
એ પણ રસપ્રદ છે કે ૨૦ નવેમ્બરે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી છેલ્લા છ મહિનામાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઘણા એવા નિર્ણયો લીધા છે જેમાં ભંડોળમાં ઘટાડો ચર્ચાનો વિષય રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) જેવા સંગઠનોને મળતા ભંડોળ ઉપરાંત, તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીને શિક્ષણ ક્ષેત્રે મળતી ગ્રાન્ટ પર પ્રશ્નો ઉઠાવીને નાણાંના પ્રવાહને રોકવાની પણ વાત કરી છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
