<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

બિહાર પ્રવાસ દરમિયાન પીએમ મોદીને જાનથી મારી નાખવા ધમકી: જાણો આરોપી સમીર રંજન કોણ છે?

પોલીસે ઝડપથી કાર્યવાહી કરી અને 4 કલાકમાં આરોપી સમીર રંજનની ધરપકડ કરી.

નવી દિલ્હી :પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદી બે દિવસના બિહાર પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે.આ વચ્ચે પીએમ મોદીને  જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ગૃહ મંત્રાલયની તપાસમાં જાણવા મળ્યું કે આ ધમકી ભર્યો મસેજ બિહારથી મોકલવામાં આવ્યો હતો. આ પછી પોલીસે ઝડપથી કાર્યવાહી કરી અને 4 કલાકમાં આરોપી સમીર રંજનની ધરપકડ કરી. આવો જાણીએ કે , 4 કલાકમાં ધરપકડ કરાયેલ આરોપી સમીર રંજન કોણ છે?

પીએમઓમાં તૈનાત એક અધિકારીને વોટ્સએપ પર એક મેસેજ કરીને પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.આ  મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી સમીર રંજને વૃદ્ધ વ્યક્તિના નામે જારી કરાયેલા સિમ કાર્ડનો ઉપયોગ ધમકી આપવા માટે કર્યો હતો. 

 આરોપી શરદ રંજન 35 વર્ષનો છે. તે સુલતાનગંજ પોલીસ સ્ટેશનના મહેશી ગામનો રહેવાસી છે. સમીરે BCAનો અભ્યાસ કર્યો છે. કોરોના પહેલા તે નોકરી કરતો હતો પણ પછી બેરોજગાર થઈ ગયો. કોરોના પછી તેણે નોકરી ગુમાવી હતી. આ કારણે તે આર્થિક સમસ્યાઓનો અને માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો. 

(12:13 PM IST)