હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોલ્ડ લોન અંગેનાં નિયમો ટુંક સમયમાં બદલાશે : ૨ લાખની રકમ સુધીમાં મળશે રાહત
નાણા મંત્રાલયે આપ્યા કેટલાક સૂચનો

મુંબઇ, તા.૩૧: જો તમે સોના પર લોન લેવાનું વિચારી રહ્યા છો તો સાવચેત રહો. આ અંગેના નિયમોમાં ફેરફાર થઈ શકે છે. વાસ્તવમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ટૂંક સમયમાં ગોલ્ડ લોન અંગે એક નવો નિયમ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ પહેલા પણ, નાણા મંત્રાલયે આ અંગે કેટલાક સૂચનો આપ્યા છે. નાણા મંત્રાલયનું કહેવું છે કે RBI એ નાના ગ્રાહકોને આ નિયમમાંથી મુક્તિ આપવી જોઈએ. ખાસ કરીને તમિલનાડુમાં રાજકીય અને ખેડૂત સંગઠનોના વિરોધ પછી આ પગલું લેવામાં આવ્યું છે. નાણા મંત્રાલયે કહ્યું કે તેણે ગોલ્ડ લોન પર રિઝર્વ બેંકના ડ્રાફ્ટ માર્ગદર્શિકાની તપાસ કરી છે. આ પછી, કેટલાક ફેરફારો માટે સૂચનાઓ આપવામાં આવી છે.
મંત્રાલયે એવો પણ પ્રસ્તાવ મૂકયો હતો કે આ નિયમો ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી લાગુ કરવા જોઈએ. જેથી પ્રાદેશિક સ્તરે તેનો અમલ કરવા માટે પૂરતો સમય મળે. RBI દ્વારા જારી કરાયેલ ડ્રાફ્ટ માર્ગદર્શિકાનો હેતુ લોન પ્રક્રિયામાં પારદર્શિતા અને સમાનતા સુનિશ્ચિત કરવાનો છે.
નાણા મંત્રાલયે સૂચન કર્યું છે કે ૨ લાખ રૂપિયા સુધીની લોન લેતા ગ્રાહકોને આ પ્રસ્તાવિત નિયમોમાંથી મુક્તિ આપવી જોઈએ, જેથી તેઓ સમયસર અને સરળતાથી લોન મેળવી શકે. મંત્રાલયનું કહેવું છે કે આવા લોન લેનારાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નીતિ બનાવવાની જરૂર છે. મંત્રાલયનું માનવું છે કે જો નિયમો વધુ કડક હશે, તો મધ્યમ વર્ગના લોકોને લોન લેવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સાથે, તેમને લોન ચૂકવવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
ય્ગ્ત્એ તેના ડ્રાફ્ટમાં કહ્યું હતું કે લોન લેનારાઓએ ખાતરી કરવી જોઈએ કે ગિરવે મુકવામાં આવેલા સોનાના દાગીનાની શુદ્ધતા, વજન (કુલ અને ચોખ્ખી) વગેરે તપાસવા માટે એક માનક પ્રક્રિયા હોવી જોઈએ. આ પ્રક્રિયા ધિરાણકર્તાઓની તમામ શાખાઓમાં સમાન રીતે અપનાવવી જોઈએ. નીતિ હેઠળ નિર્ધારિત તમામ પ્રક્રિયાઓની વિગતો ગ્રાહકોની માહિતી માટે ધિરાણકર્તાઓની વેબસાઇટ પર પ્રકાશિત કરવી જોઈએ. મંત્રાલયને આશા છે કે ય્ગ્ત્ વિવિધ હિસ્સેદારો પાસેથી મળેલા સૂચનો અને જાહેર પ્રતિસાદને ધ્યાનમાં રાખીને અંતિમ માર્ગદર્શિકા જારી કરશે.(૨૩.૪)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
