હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ફિલ્મને લઈને ગુસ્સે ભરાયા મહેશ બાબુના ફેન્સઃ થિયેટરમાં તોડફોડ કરીઃ સ્ટાફને માર્યા
૨૦૧૦ માં આવેલી મહેશ બાબુની ફિલ્મ ‘ખલેજા' ફરીથી રિલીઝ કરવામાં આવી છેઃ આ ફિલ્મને જોવા માટે તેના ચાહકો થિયેટરોમાં ઉમટી પડ્યા હતાઃ જોકે, નવા વર્ઝનમાં અભિનેતાના ઘણા સીન કટ કરી નાખવામાં આવ્યા હતા

બેંગ્લોર તા.૩૧: થિયેટરમાં ફિલ્મના ચાલુ શો દરમિયાન ફટાકડા ફોડવા જેવી અનેક ઘટનાઓ સામે આવી છે. જોકે તાજેતરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં અભિનેતાના ચાહકોએ થિયેટરમાં તોડફોડ કરી અને સ્ટાફ સાથે મારપીટ કરી હતી, કારણ કે રિ-રિલીઝ કરાયેલી ફિલ્મમાં કેટલાક સીન કટ કરવામાં આવ્યા હતા. ૨૦૧૦ માં આવેલી મહેશ બાબુની ફિલ્મ ‘ખલેજા' ફરીથી રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મને જોવા માટે તેના ચાહકો થિયેટરોમાં ઉમટી પડ્યા હતા, જોકે, નવા વર્ઝનમાં અભિનેતાના ઘણા સીન કટ કરી નાખવામાં આવ્યા હતા તે જાણ્યા પછી ફિલ્મ જોવા આવેલા લોકોનો અનુભવ ખરાબ થઈ ગયો. પરિણામે, ગુસ્સે ભરાયેલા ચાહકોએ થિયેટરમાં તોડફોડ કરતા અને સ્ટાફ સાથે લડતા જોવા મળ્યા, જવાબો માગતા જોવા મળ્યા હતા. ઘટનાનો વીડિયો હવે સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના કયાં બની છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં મહેશ બાબુના ચાહકો થિયેટરની અંદર હંગામો મચાવતા જોવા મળી રહ્યા છે. તેઓએ પ્રોજેક્શનિસ્ટ સાથે દલીલ કરી અને માગ કરી કે સ્ક્રીન પર ચાલતું વર્ઝન બંધ કરવામાં આવે, અને તેના બદલે, ફિલ્મનું સંપૂર્ણ વર્ઝન પ્રદર્શિત કરવામાં આવે. ‘‘ફિલ્મમાંથી કેટલાક ગીતો, સિન્સ અને ડાયલૉગ્સ ગાયબ છે, આ રિ-રિલીઝ સાથે આપણે શું કરવાનું છે? એટલા માટે ચાહકો હંગામો મચાવી રહ્યા છે,'' થિયેટરની અંદર થયેલા હંગામનો વીડિયો શેર કરતાં એક ચાહકે X પર તેલુગુમાં લખ્યું.
થિયેટરમાં થયેલી ઉથલપાથલ અને હંગામના સમાચાર વાયરલ થયા પછી, થિયેટર માલિકોએ શેર કર્યું કે તેઓએ ફક્ત તે જ કન્ટેન્ટ થિયેટરોમાં ચલાવ્યું છે જે ફિલ્મ મેકર્સ દ્વારા શેર કરવામાં આવ્યું હતું. ‘‘અમે કેટલાક ટ્વીટ જોયા છે કે થોડા સિન્સ, સોન્ગ પ્રદર્શિત થયા નથી. તેથી કળપા કરીને ધ્યાન રાખો અને બિનજરૂરી મુદ્દાઓ ઉભા કરીને અમને નિરાશ ન કરો. કળપા કરીને સમજો,'' પ્રદર્શકોએ એક નિવેદનમાં જણાવ્યું. ખલેજાના નિર્માતાઓએ પછીથી ટ્વિટ કર્યું, ‘‘બધું જ સોર્ટ કરેલ છે. તમારી નજીકના થિયેટરોમાં ખલેજા ૪K નો સંપૂર્ણ આનંદ માણો,'' આ સાથે તેમણે ખાતરી આપી કે કટ કરેલા દ્રશ્યો ફરીથી રિલીઝ વર્ઝનમાં ઉમેરવામાં આવ્યા છે અને હવે તે બધા થિયેટરોમાં પ્રદર્શિત કરવામાં આવશે.
ખલેજા, જે ૨૦૧૦ માં રિલીઝ થઈ હતી, તેમાં મહેશ બાબુ સહિત પ્રકાશ રાજ, અનુષ્કા શેટ્ટી, રાવ રમેશ અને અન્ય લોકો પણ લીડ રોલમાં જોવા મળ્યા હતા.(૩૮.૧૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
