ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
પાકિસ્તાન ભારત સામે ઝુકશે નહી, ૨૪ કરોડ પાકિસ્તાનીઓ મૂળભૂત અધિકારો સાથે સમાધાન નહી કરે
સિંધુ જળ કરાર અંગે અસીમ મુનીરની ‘દાદાગીરી'

કરાચી, તા.૩૧: પાકિસ્તાનના આર્મી ચીફ સૈયદ અસીમ મુનીરે સિંધુ જળ સંધિ પર ભારતને પોતાની આંખો બતાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન કયારેય ભારત સામે ઝૂકશે નહીં. મુનીરે બલૂચ બળવાખોરોને ભારત માટે પ્રોક્સી ગણાવ્યા. તેમણે કહ્યું કે બલુચિસ્તાનમાં સક્રિય આતંકવાદીઓ ભારતના ઈશારે કામ કરી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૬૦માં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા.
ભારત દ્વારા અપમાનિત થયા બાદ પાકિસ્તાન ગુસ્સે છે. સિંધુ જળ સંધિ મુલતવી રાખ્યા બાદ પાકિસ્તાન આર્મી ચીફ સૈયદ અસીમ મુનીરે ફરી એકવાર ભારતને પોતાની આંખો બતાવવાનો પ્રયાસ કર્યો છે.
પાકિસ્તાની અખબાર ડોને પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સને ટાંકીને કહ્યું છે કે મુનીરે કહ્યું છે કે પાકિસ્તાન કયારેય ભારત સામે ઝૂકશે નહીં. પાક આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે કહ્યું, પાણી પાકિસ્તાનની લાલ રેખા છે અને અમે ૨૪ કરોડ પાકિસ્તાનીઓ અમારા મૂળભૂત અધિકારો સાથે સમાધાન કરીશું નહીં.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ વચ્ચે, પાકિસ્તાનમાં બલૂચ બળવાખોરોએ પણ સરકાર પર દબાણ બનાવવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન પાકિસ્તાનને પોતાના ઘરમાં બળવાખોરો સાથે વ્યવહાર કરવો પડ્યો. બલૂચ બળવાખોરો અંગે, મુનીરે કહ્યું કે તેઓ ભારતના ઇશારે પ્રોક્સી તરીકે કામ કરે છે.
મુનીરે કહ્યું, બલૂચિસ્તાનમાં સક્રિય આતંકવાદીઓ ભારતના પ્રોક્સી છે. આ લોકો બલૂચ નથી અને તેમનો બલૂચિસ્તાન સાથે કોઈ સંબંધ નથી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
