હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારે કરીઃ છોકરીને છોકરો પસંદ ન આવ્યો તો મેરેજ બ્યૂરો ચલાવતી યુવતીએ પોતાના પતિ સાથે લગ્ન કરાવી દીધા

બિલાસપુરઃ તા.૩૧, છત્તીસગઢના બિલાસપુરમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જયાં એક મહિલાએ પોતાના પતિના લગ્ન કરાવી દીધા. હકીકતમાં જોઈએ તો, મહિલા મેરેજ બ્યૂરો ચલાવી રહી હતી, તેણે પતિના લગ્ન એક કસ્ટમર સાથે કરાવી દીધા. તેના ૧૧ મહિના બાદ પતિ-પત્ની યુવતી પાસેથી છ લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા. હવે પીડિતાએ સકરી પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, શિવનીનારાયણ વિસ્તારમાં રહેતી દમયંતી લગ્ન માટે યોગ્ય વર શોધી રહી હતી. ત્યારે તેને જાણવા મળ્યું કે, સકરી વિસ્તારમાં રહેતી ચિત્રા ચૌધરી મેરેજ બ્યૂરો ચલાવે છે. જુલાઈ ૨૦૨૪ના તેણે ચિત્રા સાથે સંપર્ક કર્યો. ચિત્રાએ તેના બાયોડેટા લઈને લગભગ અડધો ડઝન યુવકોના ફોટો બતાવ્યા. પણ છોકરાઓ પસંદ ન આવતા દમયંતી તેમને રિજેક્ટ કરી દેતી.
ત્યાર બાદ ચિત્રાએ પોતાના જ પતિ સંજય ચૌધરીનો ફોટો દમયંતીને બતાવ્યો. પણ પહેલા તેણે સંજયને પણ રિજેક્ટ કરી દીધો. ત્યારે ચિત્રાએ પતિને યોગ્ય વર ગણાવીને તેને ઈમ્પ્રેસ કરવાનું શરૂ કર્યું. તેની વાતોમાં આવીને દમયંતી લગ્ન માટે રાજી થઈ ગઈ. ત્યાર બાદ બંને ધાર્મિક સ્થળ પર જઈને લગ્ન કર્યા. લગ્ન બાદ સંજય તેને હરિયાણાના હિસારમાં લઈ ગયો. ત્યાં લગભગ ૧૧ મહિના સુધી બંને એકસાથે રહ્યા.
ત્યાર બાદ તે દમયંતીને લઈને બિલાસપુર આવી ગયો. અહીં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. આ દરમિયાન દમયંતીએ બ્યૂટી પાર્લરનું કામ શરૂ કર્યું. આ દરમિયાન સંજયે અલગ અલગ બહાના બનાવીને લગભગ ૬ લાખ રૂપિયા લઈ લીધા.
ત્યાર બાદ તે ચિત્રાને લઈને ગાયબ થઈ ગયો. જયારે દમયંતીએ જાણકારી એકઠી કરી તો જાણવા મળ્યું કે, ચિત્રા અને સંજયે લવ મેરેજ કર્યા છે અને તેમને એક દીકરો પણ છે. હવે પીડિતે આખા મામલે સકરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેના પર પોલીસે ફરિયાદ નોંધી ચિત્રા અને તેના પતિને શોધી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
