News of Saturday, 31st May 2025
દેશ-વિદેશમાં ગોવા રાજયની વિશીષ્ટ ઓળખઃ આનંદીબેન
રાજયના સ્થાપના દિન નિમિતે યુપીના રાજયપાલની શુભેચ્છા

રાજકોટ તા. ૩૧: ઉત્તર પ્રદેશના રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલએ ગોવા રાજયના સ્થાપના દિન (૩૦ મે) નિમિતે શુભેચ્છા સંદેશ પાઠવતા જણાવેલ કે ગોવા પોતાની સમૃધ્ધ સાંસ્કૃતિક વિરાસત, કુદરતી સૌંદર્ય અને ઐતિહાસિક પરંપરા માટે દેશ-વિદેશમાં વિશીષ્ટ ઓળખ ધરાવે છે. પર્યટન, શિક્ષણ અને સતત વિકાસના ક્ષેત્રમાં ગોવાએ ઉલ્લેખનીય પ્રગતિ કરી છે.
શ્રીમતી આનંદીબેનએ વિશ્વાસ વ્યકત કરેલ કે આવનારા વર્ષોમાં ગોવા રાજય વિકાસની નવી ઉંચાઇઓને આંબશે. ત્યાંની પ્રજા નિરંતર સુખ, સમૃધ્ધી અને શાંતિપૂર્ણ જીવનના પંથ પર મોખરે રહેશે.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
