ગોપાલ ઇટાલીયાને તોડી બતાવો, હું રાજનીતિ છોડી દઇશ : કેજરીવાલની ભાજપને ચેલેન્જ
વિસાવદર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટી ના ઉમેદવારે ફોર્મ ભર્યુ : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને ‘આપ' સુપ્રિમોએ ભાજપ ઉપર આકારા પ્રહારો કર્યા : ગોપાલ ઇટાલિયાની જન આર્શીવાદ યાત્રામા અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અતિશી સહિતના ઉપસ્થિત : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અને પ્રદેશ હોદ્દેદારોએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો

રાજકોટ તા.૩૧: વિસાવદર વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જન આર્શીવાદ યાત્રામા અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અતિશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા વિસાવદર બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
આ ઉપરાંત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી ગુલાબ સિંહ યાદવ, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અને આપ ધારાસભ્યશ્રીઓ ની ઉપસ્થિતીમાં વિસાવદર વિધાનસભા ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વિસાવદર ખાતે જન આર્શીવાદ યાત્રા સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
આ તકે આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા તેમને જણાવ્યું હતું કે હું ભાજપને ખુલ્લી ચેલેન્જ કરૂ છું કે અમારા હિરો ગોપાલ ઇટાલીયાને તોડી બતાવો તો હું રાજકારણમાંથી નિવૃતિ લઇલઇશે. અરવિંદ કેજરીવાલે વિસાવદર બેઠક ઉપર ભાજપ દ્વારા ધારાસભ્યને તોડવાના થયેલા કાર્યે સામે આક્રોશ ઠાલવ્યો હતો અને ભાજપની રાજનીતિ સામે પ્રહારો કર્યા હતાં. આ તકે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા અને ગુજરાતના લોકોને જુદી જુદી તકલીફો પડી રહી છે તે સામે આક્રોશ ઠાલવ્યો હતો.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અને પ્રદેશ હોદ્દેદારોએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. (૯.ર૧)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
