<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st May 2025

ચીનમાં અવિવાહીત યુવકોનું સતત વધતું પ્રમાણ:ચીની યુવકો વિદેશી દુલ્હન ખરીદી લાવવા મજબુર

ચીનમાં છોકરીઓની એટલી હદે અછત છે કે ચીનાઓ દુલ્હન માટે અપહરણ પણ કરવા લાગ્યા જેને બ્રાઈડ ટ્રાફિકિંગ કહે છે બ્રાઈડ ટ્રાફિકિંગના વધતા કિસ્સાઓ પર હવે હ્યુમન રાઈટ્સ કમિશને પણ લાલ આંખ કરી

ચીનમાં યુવક યુવતીના સેક્સ રેશિયોનું સંતુલન એટલી હદે બગડ્યુ છે કે ત્યાંના છોકરાઓને હવે લગ્ન માટે છોકરી નથી મળી રહી. ચીનમાં વાંઢા રહી ગયેલા છોકરાઓ એટલી હદે કંટાળ્યા છે કે હવે તેઓ વિદેશી યુવતી ખરીદીને લાવવા તૈયાર થઈ ગયા છે. ખુદ ચીની સરકારે બાંગ્લાદેશમાં રહેતા તેમના નાગરિકોને અપીલ કરી છે કે વિદેશી દુલ્હન ખરીદવાથી બચો. નહીં તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. 

 ખરેખર સેક્સ રેશિયો ડામાડોળ થવાથી ચીની પુરુષોના લગ્ન નથી થઈ રહ્યા. એવામાં બાગ્લાદેશ જ નહીં અનેક એશિયાઈ દેશોમાંથી ચીનાઓ દુલ્હનોની ખરીદી કરી રહ્યા છે. હવે ચીની દૂતાવાસે તેમના યુવકોને આનાથી દૂર રહેવાની સલાહ આપી છે. ચીનમાં એવુ તો શું રહ્યુ છ કે ત્યાંના યુવકોને લગ્ન માટે યુવતી નથી મળી રહી. આ જ કારણ છે ક ચીની યુવકો અન્ય દેશોમાંથી દુલ્હન ખરીદી રહ્યા છે. 

ચીનમાં પુરુષો અને સ્ત્રીઓના ગુણોત્તરમાં મોટો તફાવત ત્યાંની યુવા વસ્તી માટે ખતરો બની ગયો છે. ૨૦૨૦ની વસ્તી ગણતરી મુજબ, ૧૦૫ પુરુષોએ ૧૦૦ સ્ત્રીઓ છે. ૧૦-૧૪ વર્ષની વય જૂથમાં, આ ગુણોત્તર ૧૦૦ સ્ત્રીઓએ ૧૧૮ પુરુષો છે. આ અસમાનતાને કારણે, ચીનમાં ઘણા પુરુષો લગ્ન કરી શકતા નથી. આ કારણે, ઘણા લોકો દાણચોરોની જાળમાં ફસાઈને પોતાના પૈસા ગુમાવી રહ્યા છે. આ છેતરપિંડી રોકવા માટે, ચીને આ સલાહકાર જારી કર્યો છે

બાંગ્લાદેશમાં ચીની દૂતાવાસે તેના નાગરિકોને ચેતવણી જારી કરી છે. આમાં, બાંગ્લાદેશમાં રહેતા ચીની નાગરિકોએ નકલી ઓનલાઈન ડેટિંગ અને લગ્ન પ્રસ્તાવોથી બચવું જોઈએ. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લગ્ન માટે વિદેશી પત્ની ખરીદવાનો વિચાર પણ ખોટો છે.

બેઇજિંગ ન્યૂઝના એક અહેવાલ મુજબ, ગયા વર્ષે કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં લાઓસની એક યુવતી સાથે લગ્ન કરવા માટે 2 લાખ યુઆન (લગભગ 24 લાખ રૂપિયા) ની માંગણી કરવામાં આવી હતી. આ છેતરપિંડીમાં કેટલાક લોકો પણ ફસાઈ ગયા.

 

એક અહેવાલ મુજબ, 2020 થી 2050 ની વચ્ચે, ચીનમાં લગભગ 30 થી 50 મિલિયન પુરુષો ક્યારેય લગ્ન કરશે નહીં. આ કારણે ઘણા લોકો વિદેશથી દુલ્હનો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે તેઓ દાણચોરોની મદદ લે છે. તેઓ બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર, વિયેતનામ અને કંબોડિયા જેવા ગરીબ દેશોમાંથી મહિલાઓ અને છોકરીઓને ચીનમાં દાણચોરી કરે છે.

તસ્કરો આ મહિલાઓને સારી નોકરી, સારું જીવન અથવા લગ્નનું વચન આપીને ચીન લાવે છે, પરંતુ ત્યાં તેમને બળજબરીથી લગ્ન અથવા જાતીય શોષણ માટે વેચી દેવામાં આવે છે. 2019ના હ્યુમન રાઇટ્સ વોચના અહેવાલ મુજબ, મ્યાનમાર-ચીન સરહદ પર ઓછા સુરક્ષા કર્મચારીઓએ દાણચોરોને પ્રોત્સાહન આપ્યું છે.

(11:09 PM IST)