<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતે:રાત્રે કોલકાતા પહોંચ્યા

રાજરહાટમાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL) ની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરશે:બપોરે નેતાજી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વિજય સંકલ્પ કાર્યકર્તા સંમેલનમાં પાર્ટી કાર્યકરોને સંબોધિત કરશે

નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ શનિવારે રાત્રે પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતે કોલકાતા પહોંચ્યા. અમિત શાહ આજે રાજરહાટમાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL) ની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરશે. આ પછી, તેઓ બપોરે નેતાજી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વિજય સંકલ્પ કાર્યકર્તા સંમેલનમાં પાર્ટી કાર્યકરોને સંબોધિત કરશે

 આ અવસરે . ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદારે કહ્યું, 'અમિતભાઈ  શાહ રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે અમને એક રોડમેપ આપશે.' ગૃહમંત્રી શિમલા સ્ટ્રીટમાં સ્વામી વિવેકાનંદના પૂર્વજોના ઘરની પણ મુલાકાત લેશે

 

(12:41 AM IST)