News of Sunday, 1st June 2025
પંજાબ રાજકારણમાં ઐતિહાસિક પરિવર્તન : આમ આદમી પાર્ટીએ વિશાળ સંગઠનાત્મક માળખું જાહેર કર્યું : મનીષ સિસોદિયાએ જમીની સ્તરે સંવાદ બાદ 'નવી ટીમ' ઉતારી – 13 લોકસભા અને 28 જિલ્લા માટે નવા અધ્યક્ષોની નિમણૂક સાથે 'મિશન 2027'નો પ્રારંભ
આપના પંજાબ પ્રભારી મનીષ સિસોદિયાના નેતૃત્વ હેઠળ બે મહિનાના વ્યાપક જનસંપર્ક બાદ પાંચ ધારાસભ્યોને ઉપાધ્યક્ષપદે, નવ સચિવ-મહાસચિવોને સ્થાન તથા મહિલા શક્તિને પણ મુખ્ય જવાબદારીઓ સોંપી સંગઠનને મજબૂત કરાયું

ચંડીગઢ: આમ આદમી પાર્ટી (AAP) એ પંજાબમાં તેના સંગઠનાત્મક માળખામાં અત્યાર સુધીનો સૌથી વ્યાપક અને પ્રભાવશાળી ફેરફાર કરીને નવી ટીમની જાહેરાત કરી છે. આપના પંજાબ પ્રભારી મનીષ સિસોદિયાએ કડક ચકાસણી કર્યા બાદ પંજાબમાં તેમની ટીમ જનસેવા માટે ઉતારી દીધી છે.
આ પરિવર્તનમાં પાર્ટીએ તેના જમીન સાથે જોડાયેલા નેતાઓથી લઈને ધારાસભ્યોને સંગઠનની મજબૂતી અને સરકારની નીતિઓને ઘેર ઘેર પહોંચાડવા માટે મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપીને મિશન 2027 ની શરૂઆત કરી દીધી છે. સિસોદિયાએ બે મહિનામાં દરેક ગામ અને દરેક શહેરમાં કાર્યકર્તાઓ અને જનતા સાથે સીધો સંવાદ કર્યો અને સંગઠન વિસ્તરણ પર વ્યાપક કામ કર્યું.
મહિલા શક્તિને પણ મુખ્ય જવાબદારી આપવામાં આવી છે. સિસોદિયાએ શનિવારે જણાવ્યું કે, નવી ટીમમાં પાંચ ધારાસભ્યોને પાર્ટીના રાજ્ય ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સંગઠન ચલાવવાનો અનુભવ ધરાવતા અને જમીન પર દરેક કાર્યકરને સાથે લઈને ચાલનારા નવ નવા પાર્ટી સચિવો અને મહાસચિવોને પણ આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
તમામ 13 લોકસભા મતવિસ્તારોમાં 13 નવા લોકસભા ક્ષેત્રના અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી છે. પંજાબના તમામ 28 જિલ્લાઓમાં પાર્ટી પ્રમુખોની નિમણૂકને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ 28 પ્રમુખોની ટીમમાં મોટાભાગના જિલ્લાઓમાં નવા, યુવા અને જનતા વચ્ચે સક્રિય રહેતા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે. મનીષ સિસોદિયાએ સંગઠનમાં ફેરફારને લઈને જે નવી યાદી જાહેર કરી છે, તેમાં માઝા અને દોઆબા ક્ષેત્રમાં એક-એક ધારાસભ્યને ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી આપવા ઉપરાંત માલવાને ત્રણ ઝોનમાં વિભાજીત કરીને ત્રણ ધારાસભ્યોને પાર્ટી ઉપાધ્યક્ષ તરીકે કમાન સોંપવામાં આવી છે.
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
