<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

પ્રિતી ઝીંટાએ અંબાજી મંદિરમાં શિશ ઝુકાવ્‍યુઃ કવોલીફાયર મેચ પહેલા લીધા આર્શીવાદ

બોલીવુડ અભિનેત્રી અને પંજાબ કિંગ્સ ટીમની સહમાલિકે પોતાની ટીમ જીતે તેવી માતાજીને કામના કરી

અંબાજીઃ બનાસકાંઠાના સુપ્રસિદ્ધ મા અંબાના શરણે ફિલ્મ અભિનેત્રી અને આઈપીએલની ટીમ પંજાબ કિંગ્સની માલિક પહોંચી હતી. ફિલ્મ સ્ટાર પ્રિતી ઝીંટાએ મા અંબાના કર્યા દર્શન હતા. મુંબઈ ઈન્ડિયન્સ સામેની ક્વોલિફાયર-2 મેચ રમાય તે પૂર્વે પંજાબ કિંગ્સની માલિક પ્રિતી ઝીંટાએ મા અંબાના શરણે પહોંચી હતી.

ગઈકાલ શનિવારે મોડી સાંજે મંદિરમાં સાંજની આરતી બાદ માતાજીના દર્શન કર્યા હતા. વિશ્વ ના સૌથી મોટા શ્રી યંત્ર ની પણ પુજા અર્ચના કરી હતી. આજની આઈપીએલ ક્વોલિફાયર-2 મેચમાં પોતાની ટીમ પંજાબ કિંગ્સ વિજેતા બને તે માટે માતાજીને કામના કરી હતી.

બોલીવૂડની જાણીતી અભિનેત્રી અને આઈપીએલની પંજાબ કિંગ્સ ટીમની સહમાલિક પ્રીતિ ઝિંટાએ ગુજરાતના પવિત્ર તીર્થધામ અંબાજી મંદિરમાં દર્શન કર્યા છે. ગઈકાલે મોડી સાંજે તેમણે માતાજીની આરતી બાદ મંદિરમાં દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.

(3:00 PM IST)