<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

જુનો આઇફોન એન્‍ડરોઇડ યુઝ કરનારા ચેતેઃ આ મોબાઇલમાં નહિ ચાલે WhatsApp

આજથી કેટલાક જુના વર્ઝન્‍ના ફોનમાં WhatsApp કાર્યરત થવાનું બંધઃ જાણો વર્ઝનની વિગતો

નવી દિલ્‍હીઃ  જો તમે જૂનો સ્માર્ટફોન યુઝ કરી રહ્યા છો તો હવે સાવધાન રહો. 1 જૂન, 2025 થી કેટલાક જૂના iPhone અને Android ડિવાઇસ પર WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. પહેલા આ ફેરફાર મે મહિનામાં લાગુ થવાનો હતો, પરંતુ થોડા સમયના વિલંબ પછી, હવે કંપનીએ તેને જૂનથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

આ ફેરફાર મેટા દ્વારા કરવામાં આવતા નિયમિત અપડેટ્સનો એક ભાગ છે. WhatsApp હવે તેની એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે ન્યૂનતમ સોફ્ટવેર વર્જનની મર્યાદા વધારી રહ્યું છે. તેનો હેતુ યુઝર્સને વધુ સારી સુરક્ષા અને નવી સુવિધાઓ પ્રદાન કરવાનો છે. હવેથી, iOS 15 કે તેથી વધુ જૂના વર્જન પર ચાલતા iPhones અને Android 5.0 કે તેથી વધુ જૂના વર્જન ચાલતા Android ઉપકરણમાં  WhatsApp ને સપોર્ટ કરી શકશે નહીં.

જો તમારો ફોન હજુ પણ iOS 15.1 અથવા Android 5.1 કે તેથી ઉપરનો વર્ઝન પર છે, તો ખાતરી રાખો કે તમારું ડિવાઇસ WhatsApp ને સપોર્ટ કરતું રહેશે. પરંતુ જો તમારું ડિવાઇસ ઉપર આપેલી યાદીમાં છે અથવા જૂના વર્ઝન પર ચાલી રહ્યું છે, તો સમયસર નવો ફોન લેવાની સલાહ આપવામાં આવે છે.

WhatsApp એ સલાહ આપી છે કે જો તમે જૂનો ફોન વાપરી રહ્યા છો અને નવું ડિવાઇસ લેવાનું વિચારી રહ્યા છો, તો સૌ પ્રથમ તમારી ચેટ્સનો બેકઅપ લો. આ માટે, WhatsApp ખોલો, સેટિંગ્સ > ચેટ્સ > ચેટ બેકઅપ પર જાઓ, Google એકાઉન્ટમાંથી બેકઅપ લો. આમ કરવાથી, તમારી બધી વાતચીત એક ક્લિકમાં નવા ફોનમાં ટ્રાન્સફર થઈ જશે.

મેટાના મતે, આ નિર્ણય પાછળનું સૌથી મોટું કારણ સુરક્ષા છે. જૂના ડિવાઇસને હવે સોફ્ટવેર અપડેટ્સ મળતા નથી, જેના કારણે તેમાં હેકિંગ અને ડેટા ચોરી થવાનું જોખમ વધી ગયું છે. એટલા માટે WhatsApp ઇચ્છે છે કે યુઝર્સ નવા અને સુરક્ષિત ડિવાઇસ પર શિફ્ટ થાય. તાજેતરમાં WhatsApp એ ચેટ લોક, કન્ટેન્ટ કોપી પ્રિવેન્શન ફીચર અને મેસેજ ઓટો-ડિલીટ માટે વધુ સારી સેટિંગ્સ જેવી ઘણી નવી સુવિધાઓ લોન્ચ કરી છે. આ સુવિધાઓ ફક્ત નવા ઓપરેટિંગ સિસ્ટમ અને ન્યુ ડિવાઇસ  પર જ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે.

(3:52 PM IST)