News of Sunday, 1st June 2025
પાકિસ્તાન સાથે ચીન પણ થથરશે :ભારતને ફિફ્થ જનરેશન અત્યાધુનિક SU-57E ફાઈટર જેટ ખરીદવા રશિયાની ઓફર
સ્ટીલ્થ ફાઈટર જેટ Su-57Eની સ્પીડ 2778 કિમી પ્રતિકલાક છે: Su-57Eમાં 12 હાર્ડપોઇન્ટ છે. તે વિવિધ ટૂંકા, મધ્યમ અને લાંબા અંતરની હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો અને ગાઈડેડ એરિયલ બોમ્બ લઈ જઈ શકે

રશિયાએ ભારતને ફિફ્થ જનરેશન અત્યાધુનિક SU-57E ફાઈટર જેટનું એક્સપોર્ટ વેરિયન્ટ ખરીદવાની ઓફર આપી છે. જેટ એટલું ખતરનાક છે કે, જો ભારત-રશિયા વચ્ચે ડીલ થઈ જશે તો પાકિસ્તાન જ નહીં ચીન પર ટેન્શનમાં આવી જશે. ભારત પાસે ફિફ્થ જનરેશનના કોઈપણ ફાઈટર પ્લેન નથી, ભારત હજુ તેના પર કામ કરી રહ્યું છે, જ્યારે રશિયા અને અમેરિકા ખૂબ જ એડવાન્સ જેટ વિકસાવી દીધા છે અને ભારતને ઓફર કરી રહ્યા છે. અગાઉ અમેરિકાએ પણ ભારતને F-35 ફાઈટર જેટ ખરીદવાની ઓફર કરી હતી. Su-57Eમાં ભારતના સુપર-30 જેટ માટે આયોજિત મુખ્ય ટેકનોલોજીઓનો સમાવેશ કરાશે. તેમાં જેન આધારિત AESA રડાર અને ભારત દ્વારા વિકસાવાયેલ મિશન કોમ્પ્યુટર સામેલ છે.
સ્ટીલ્થ ફાઈટર જેટ Su-57Eની સ્પીડ 2778 કિમી પ્રતિકલાક છે. આ ઉપરાંત Su-57Eમાં 12 હાર્ડપોઇન્ટ છે. તે વિવિધ ટૂંકા, મધ્યમ અને લાંબા અંતરની હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો અને ગાઈડેડ એરિયલ બોમ્બ લઈ જઈ શકે છે. Su-57માં ફીટ કરાયેલ R-37M મિસાઇલ રશિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતું હથિયાર છે. રશિયાએ યુક્રેન યુદ્ધમાં આ મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. Su-57Eની સ્ટીલ્થ સિસ્ટમ સ્પીડ ઘટાડ્યા વિના અને મનુવરેબિલિટીને નુકસાન પહોંચાડ્યા વીને કામ કરે છે. રશિયન ફાઇટર જેટ એક મલ્ટી-રોલ ફાઈટર જેટ છે. તે અનેક પ્રકારના ઓપરેશનને પાર પાડી શકે છે. Su-57Eની કોમ્બેટ રેન્જ 1250 કિલોમીટર છે. તે મહત્તમ 66 હજાર ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. સ્ટીલ્થ ફાઈટર જેટ Su-57E સુપરસોનિક છે. આ ફાઇટર જેટની લંબાઈ 65.11 ફૂટ, વિંગસ્પેન 46.3 ફૂટ અને ઊંચાઈ 15.1 ફૂટ છે. સુપરસોનિક રેન્જ 1500 કિમી છે.
રશિયાના SU-57 પ્લેનની ખાસિયત
રશિયન ફાઈટર જેટ પ્લેનનું નિર્માણ સુખોઈ કંપની દ્વારા કરાયું છે. તે એરિયલ ટુ એરિયલ એટેક અને એરિયલ ટુ ગ્રાઉન્ડ એટેક માટે સક્ષમ છે
આ ફાઈટર જેટની સ્ટિલ્થ ટેક્નોલોજી ખાસ એડવાન્સ નથી. તે અમેરિકાના એફ-35ની સરખામણીએ ઓછી ટેક્નોલોજી ધરાવે છે
SU-57Eમાં Saturnનું AL-41F1 એન્જિન લાગેલું છે જે તેને 2.25 મેક એટલે કે 2778 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ આપે છે
તેમાં 12 એમ્યુનિશન પેલોડ્સ આપેલા છે. તેના કારણે તેમાં હાયપરસોનિક મિસાઈલ્સ તથા એરિયલ ટુ એરિયલ અને એરિયલ ટુ ગ્રાઉન્ડ એટેક કરતી મિસાઈલ્સ એકસાથે રાખી શકાય છે
N036નું AESA રડાર સિસ્ટમ છે, જેના કારણે તે એક જ વખતમાં મલ્ટિપલ ટાર્ગેટને ટ્રેક કરી શકે છે
રશિયાનું ફાઈટર જેટ ઓછા ફ્યૂલમાં સુપરસોનિક ગતિએ ઉડી શકે છે. આ સાથે તે ઝડપી સાથે ટેકઓફ વખતે સુપરક્રુઝ થવા પણ સક્ષમ છે.
તેનેને ગ્રાઉન્ડ સ્ટ્રાઈક મિશન માટે તૈયાર કરાયું છે. તે ડોગફાઈટ મોડ માટે વધુ સક્ષમ છે
SU-57Eનો ઉપયોગ રશિયામાં જ ખૂબ જ ઓછો થાય છે. તેની કિંમત અંદાજે 30થી 50 મિલિયન ડોલર છે
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
