હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પીએમ કિસાન સન્માન નિધિ: અત્યાર સુધીમાં 19 હપ્તા જારી કરાયા : જાણો 20મોં હપ્તો ક્યારે થશે ખાતામાં જમા
જે ખેડૂતોએ હજુ સુધી યોજના હેઠળ e-KYC અને જમીન રેકોર્ડની ચકાસણી કરાવી નથી તેમને આગામી હપ્તાનો લાભ મળશે નહીં.

નવી દિલ્હી : ભારતના અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું મહત્વનું યોગદાન છે. દેશના કરોડો લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેની સાથે જોડાયેલા છે. આઝાદી પછી, કેન્દ્ર અને રાજ્ય સરકારો કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન વધારવા અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે ઘણી અદ્ભુત યોજનાઓ ચલાવી રહી છે. તો, વર્ષ 2019 માં, કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ, ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડી રહી છે. આ નાણાકીય સહાય. દર વર્ષે 3 હપ્તાના રૂપમાં 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોની નાની જરૂરિયાતો પૂરી કરવાનો છે. અત્યાર સુધીમાં આ યોજનાના કુલ 19 હપ્તા જારી કરવામાં આવ્યા છે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તા આપ્યાના 3 મહિનાથી વધુ સમય વીતી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ યોજનાનો 20મો હપ્તો આ જૂન મહિનામાં આવી શકે છે. આ યોજનાનો દરેક હપ્તો 4 મહિનાના અંત પછી આપવામાં આવ છે
19મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ થયો હતો. ફેબ્રુઆરીના 4 મહિના પછી જૂન મહિનો આવી રહ્યો છે. આ કારણોસર, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે 20મો હપ્તો આ જૂન મહિનામાં આવી શકે છે. જોકે, સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાનો લાભ મેળવવા માટે, તમારે શક્ય તેટલી વહેલી તકે યોજના હેઠળ કેટલાક કામ પૂર્ણ કરવા જોઈએ. જે ખેડૂતોએ હજુ સુધી યોજના હેઠળ e-KYC અને જમીન રેકોર્ડની ચકાસણી કરાવી નથી તેમને આગામી હપ્તાનો લાભ મળશે નહીં









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
