હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
IPL 2025 ફાઇનલ માટે BCCIની ખાસ તૈયારી : વરસાદ પડશે તો પણ મેચ રમાશે! રિઝર્વ ડે નો નિયમ લાગુ
૩ જૂને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ફાઇનલમાં વરસાદ વિઘ્ન બનશે તો ૪ જૂને મેચ પૂર્ણ કરાશે : RCB ફાઇનલમાં, પંજાબ અને મુંબઈ વચ્ચે કાંટે કી ટક્કર

મુંબઈ: IPL 2025 ની ફાઇનલ મેચ ૩ જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે, ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ચાહકો માટે એક સારા સમાચાર આપ્યા છે. જો ફાઇનલ મેચમાં વરસાદ વિઘ્ન બનશે, તો પણ મેચ સંપૂર્ણપણે રમાઈ શકે તે માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. BCCI એ ફાઇનલ માટે રિઝર્વ ડે (Reserve Day) રાખ્યો છે, એટલે કે જો ૩ જૂને મેચ પૂરી નહીં થઈ શકે, તો તે ૪ જૂને રમાશે.
સામાન્ય રીતે, IPL ના પ્લેઓફ મેચો માટે ૫ ઓવરના મેચ માટેનો કટઓફ ટાઈમ રાત્રે ૧૧:૫૬ વાગ્યા સુધીનો હોય છે. જો આ સમય પહેલાં વરસાદને કારણે મેચ શરૂ ન થઈ શકે, તો મેચ રદ ગણાય છે. પરંતુ, ફાઇનલ મેચના કિસ્સામાં આ નિયમ લાગુ પડશે નહીં. રિઝર્વ ડે ના કારણે, ચાહકોને સંપૂર્ણ મેચ જોવાનો મોકો મળશે.
ફાઇનલની રેસ:
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ ક્વોલિફાયર ૧ માં પંજાબ કિંગ્સને હરાવીને પહેલાથી જ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. બીજી તરફ, મુંબઈ ઇન્ડિયન્સે એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને ક્વોલિફાયર-૨ માં જગ્યા બનાવી હતી.
RCB થી હાર્યા બાદ, પંજાબને પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-૨ માં રહેવાનો ફાયદો મળ્યો છે. ફાઇનલમાં સ્થાન મેળવવા માટે પંજાબને બીજી તક મળી, અને તે બીજા ક્વોલિફાયરમાં રવિવારે (આજ રોજ) મુંબઈ ઇન્ડિયન્સ સામે ભીડાઈ.
હવે મુંબઈ અને પંજાબમાંથી જે ટીમ જીતશે, તે ૩ જૂને ફાઇનલમાં RCB સામે ટકરાશે. જો મુંબઈ ફાઇનલમાં પહોંચશે, તો તે પોતાની છઠ્ઠી IPL ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે. જ્યારે, જો પંજાબ ફાઇનલમાં પહોંચે છે, તો RCB અને પંજાબમાંથી જે પણ ટીમ જીતશે, તે તેની પ્રથમ IPL ટ્રોફી હશે, જે આ ફાઇનલને વધુ રોમાંચક બનાવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
