<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

હોંગકોંગમાં સ્‍ટેબલકોઇનના ચુસ્‍ત નિયમન માટે વટહુકમ બહાર પડાયો

હવેથી ઇશ્‍યુઅર્સે એસેટ મેનેજમેન્‍ટ અને એન્‍ટિ મની લોન્‍ડરિંગને લગતા નિયમોનું પાલન કરવાનું રહેશે

 

નવી દિલ્‍હી,તા.૦૨: હોન્‍ગકોન્‍ગમાં સ્‍ટેબલકોઇન સંબંધિત વટહુકમ બહાર પાડવામાં આવ્‍યો હતો. સ્‍ટેબલકોઇનના ઇશ્‍યુઅર્સના નિયમન માટે આ નિયમન કરવામાં આવ્‍યું છે. હવેથી ઇશ્‍યુઅર્સે એસેટ મેનેજમેન્‍ટ અને એન્‍ટિ મની લોન્‍ડરિંગને લગતા નિયમોનું પાલન કરવાનું રહેશે. હોન્‍ગકોન્‍ગ ડોલર પર આધારિત સ્‍ટેબલકોઇન માટે આ કાયદો ઘડવામાં આવ્‍યો છે. એક મંતવ્‍ય છે કે આ કાયદાને પગલે સંસ્‍થાકીય સહભાગ વધશે.

અન્‍ય એક અહેવાલ મુજબ અમેરિકન સિકયોરિટીઝ એન્‍ડ એક્‍સચેન્‍જ કમિશને બાઇનેન્‍સ એક્‍સચેન્‍જની વિરુદ્ધના બે વર્ષથી ચાલી રહેલા ખટલાનો અંત લાવવાનું નક્કી કર્યું છે. આના પરથી સ્‍પષ્ટ થાય છે કે બાઇનેન્‍સે અમેરિકન સિકયોરિટીઝ કાયદાઓનું ઉલ્લંઘન કર્યું નહોતું.

દરમ્‍યાન, વૈશ્વિક ક્રિપ્‍ટોકરન્‍સી માર્કેટમાં શુક્રવારે સાર્વત્રિક ઘટાડો નોંધાયો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન ૨.૭૦ ટકા ઘટીને ૩.૩૧ ટ્રિલ્‍યન ડોલર પહોંચી ગયું હતું, જ્‍યારે બિટકોઇનમાં ૨.૨૧ ટકા ઘટાડા સાથે ભાવ ૧,૦૫,૪૧૦ ડોલર પર પહોંચ્‍યો હતો. ઇથેરિયમમાં ૨.૮૯ ટકા, એક્‍સઆરપીમાં ૪.૮૭, બીએનબીમાં ૨.૦૮, સોલાનામાં ૫.૬૦, ડોઝકોઇનમાં ૮.૫૭ અને કાર્ડાનોમાં ૫.૫૩ ટકા ઘટાડો થયો હતો.(૪૦.૩)

(9:37 AM IST)