<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્‍યમંત્રી મમતા બેનર્જી પર કેન્‍દ્રીય ગૃહમંત્રીએ નિશાન સાધ્‍યું

મમતા અને તેમના નેતાઓએ ખોટી ટિપ્‍પણીઓ કરીને ‘‘ઓપરેશન સિંદૂર''નું અપમાન કર્યું: અમિતભાઈ

કોલકાતા તા. રઃ કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહે પヘમિ બંગાળની મુલાકાત દરમિયાન તળણમૂલ કોંગ્રેસ અને મુખ્‍યમંત્રી મમતા બેનર્જી પર જોરદાર નિશાન સાધ્‍યું હતું. ભાજપના કાર્યકરોની સભાને સંબોધિત કરતી વખતે, અમિતભાઈ શાહે ‘‘ઓપરેશન સિંદૂર'' પરની ટિપ્‍પણી પર મમતા અને તેમની સરકાર પર જોરદાર પ્રહારો કર્યા હતા.

તેમણે કહ્યું કે મમતા પહેલગામ આતંકવાદી હુમલા પર મૌન રહ્યા. જ્‍યારે ભારતીય સેનાએ તે હુમલાનો બદલો લીધો, ત્‍યારે મમતા અને તેમના નેતાઓએ ખોટી ટિપ્‍પણીઓ કરીને ‘‘ઓપરેશન સિંદૂર''નું અપમાન કર્યું. બંગાળના લોકોએ મમતા બેનર્જીને સિંદૂરની શક્‍તિ બતાવવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું, આપણે પヘમિ  બંગાળમાં ભાજપની સરકાર બનાવવી પડશે, આપણે ઘૂસણખોરી રોકવી પડશે, આપણે ભ્રષ્ટાચાર રોકવો પડશે, આપણે હિન્‍દુઓનું સ્‍થળાંતર રોકવું પડશે.

અમિતભાઈ શાહે કહ્યું, સામ્‍યવાદીઓએ વર્ષો સુધી બંગાળ પર રાજ કર્યું. જે બાદ મમતા બેનર્જી મા, માટી, માનુષના નારા લગાવતા આવ્‍યા હતા. તેમણે બંગાળની મહાન ભૂમિને ઘૂસણખોરી, મહિલાઓ પર અત્‍યાચાર, ગુનાઓ, બોમ્‍બ વિસ્‍ફોટો અને હિન્‍દુઓ સાથે અનૈતિકતાના દેશમાં ફેરવી દીધી.

મમતા મુખ્‍યમંત્રી બન્‍યા પછી પヘમિ બંગાળમાં સેંકડો ભાજપના કાર્યકરોની હત્‍યા કરવામાં આવી હતી. બહેન, મારી વાત સાંભળો, હવે તમારો સમય પૂરો થયો છે. ૨૦૨૬ માં ભાજપ સરકાર બનાવશે.

ભાજપના કાર્યકરોની સભાને સંબોધતા કેન્‍દ્રીય ગળહમંત્રીએ કહ્યું કે, હું ખાતરી આપું છું કે તળણમૂલ કોંગ્રેસ સત્તામાંથી બહાર થતાંની સાથે જ, અમારા પક્ષના કાર્યકરોની હત્‍યા માટે જવાબદાર લોકોને સજા કરવામાં આવશે, ભલે તેઓ જમીન નીચે છુપાયેલા હોય.અમિતભાઈ શાહે કહ્યું, પヘમિ બંગાળની ચૂંટણી ફક્‍ત બંગાળનું ભવિષ્‍ય જ નહીં, પરંતુ તે રાષ્‍ટ્રીય સુરક્ષા સાથે પણ સંબંધિત છે. મમતા બેનર્જીએ બાંગ્‍લાદેશીઓ માટે દેશની સરહદો ખોલી દીધી છે. તે ઘૂસણખોરીને મંજૂરી આપી રહી છે. મમતા બેનર્જી ઘૂસણખોરી રોકી શકતા નથી, ફક્‍ત લોટસ સરકાર જ આ કરી શકે છે.

અમે તેમની પાસે વાડ બનાવવા માટે જમીન માંગી છે. તે સરહદ પર જમીન નથી આપી રહ્યા જેથી ઘૂસણખોરી ચાલુ રહે અને તેની વોટ બેંક વધતી રહે અને તમારા ભત્રીજા તમારા પછી મુખ્‍યમંત્રી બને. પણ એવું થવાનું નથી

(1:52 PM IST)