News of Monday, 2nd June 2025
સંઘના વરિષ્ઠ નેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ : ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ
સુહાસ શેટ્ટીની મેંગલુરુના કવલપાદુર ગામમાં મડાવા પેલેસ કન્વેન્શન હોલમાં શોકસભામાં જાહેર સંવાદિતાને બગાડી શકે તેમજ સમુદાયો વચ્ચે દુશ્મનાવટ વધારી શકે તેવું ભાષણ આપ્યું

નવી દિલ્હી :રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વરિષ્ઠ નેતા કલ્લાડકા પ્રભાકર ભટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમના પર દક્ષિણ કન્નડમાં ભડકાઉ ભાષણો આપવાનો આરોપ છે. પોલીસ FIRમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કલ્લાડકા પ્રભાકર ભટે 12 મેના રોજ દક્ષિણ કન્નડમાં ભાષણ આપ્યું હતું. આ ભાષણ હિન્દુત્વ કાર્યકર્તા સુહાસ શેટ્ટીની શોક સભામાં આપવામાં આવ્યું હતું.સુહાસ શેટ્ટીની 1 મેના રોજ મેંગલુરુમાં ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, સુહાસની હત્યા બાદ, 12 મેના રોજ મેંગલુરુના કવલપાદુર ગામમાં મડાવા પેલેસ કન્વેન્શન હોલમાં એક શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્થળ બંટવાલ ગ્રામીણ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવે છે. RSS નેતા કલ્લાડકા પ્રભાકર ભટે શોક સભામાં લગભગ 500 લોકોને સંબોધિત કર્યા. આ સમયગાળા દરમિયાન, તેમણે કથિત રીતે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું, જે જાહેર સંવાદિતાને બગાડી શકે છે તેમજ સમુદાયો વચ્ચે દુશ્મનાવટ વધારી શકે છે.
1 મેના રોજ સાંજે મેંગલુરુમાં બજરંગ દળના પૂર્વ નેતા સુહાસ શેટ્ટીની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. કેટલાક લોકોએ સુહાસ પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો અને સુહાસનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ ઘટનાએ કર્ણાટકમાં હડકંપ મચાવી દીધો હતો
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
