હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 2nd June 2025
લુધિયાણા પશ્ચિમનો વિકાસ ભાજપ સાથે જ શક્ય - વિજયભાઈ રૂપાણી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી વિજયભાઈ રૂપાણીએ લુધિયાણામાં જીવન ગુપ્તાના નામાંકન વખતે હાજરી આપી : ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડ અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ પણ ઉપસ્થિત રહ્યા

લુધિયાણા, 2 જૂન, 2025: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી વિજયભાઈ રૂપાણીએ આજે લુધિયાણામાં મોટો દાવો કર્યો હતો કે, લુધિયાણા પશ્ચિમનો વિકાસ ફક્ત ભાજપ સાથે જ શક્ય છે.
આજે લુધિયાણામાં ભાજપના ઉમેદવાર જીવન ગુપ્તાના નામાંકન પત્ર ભરતી વખતે વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમની સાથે પંજાબ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ પણ હાજર રહ્યા હતા.
વિજયભાઈ રૂપાણીએ લુધિયાણા પશ્ચિમના નિવાસીઓને ભાવભીની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, 19 જૂનના રોજ કમળનું બટન દબાવીને જીવન ગુપ્તાને ભારી મતોથી વિજયી બનાવો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ભાજપને વધુ મજબૂત કરો. આ સાથે, તેમણે મતદારોને ભાજપને સમર્થન આપીને ક્ષેત્રના વિકાસમાં યોગદાન આપવા હાકલ કરી હતી.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
