<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

ચીનમાં ભીષણ પૂરનો કહેર : 27 ઘર અને 16 પુલ તબાહ : સેંકડો પ્રવાસીઓ ફસાયા : જુઓ વિડિઓ

યુનાન પ્રાંતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત : ભૂસ્ખલન અને ગાઢ ધુમ્મસથી બચાવ કાર્યમાં અવરોધ

 

 

બેઇજિંગ, 2 જૂન, 2025: દક્ષિણ-પશ્ચિમ ચીનના યુનાન પ્રાંતમાં આવેલા ભીષણ પૂર અને વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ભારે વરસાદને કારણે ડઝનબંધ ઘરો અને રસ્તાઓને ભારે નુકસાન થયું છે. યુનાનના પહાડી નુજિયાંગ લિસુ સ્વાયત્ત પ્રાંતમાં રવિવાર સુધીમાં કુલ 27 મકાનો અને 16 પુલોને આંશિક અથવા સંપૂર્ણપણે નુકસાન થયું હોવાના અહેવાલ છે.
જોકે, રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં કોઈ જાનહાનિ, ઇજા કે ગુમ થયાના સમાચાર નથી. ભૂસ્ખલન અને પૂરના કારણે ડિક્વિંગ તિબેટીયન સ્વાયત્ત પ્રાંતમાં માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. આ ઉપરાંત, ગાઢ ધુમ્મસના કારણે બચાવ કાર્યમાં પણ અવરોધ ઉભો થયો છે.
પૂરના કારણે પ્રાંતના મેરી સ્નો માઉન્ટેન દર્શનીય ક્ષેત્રમાંથી 300 જેટલા પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવા પડ્યા હતા, જ્યારે સેંકડો સ્થાનિક નિવાસીઓને પણ સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ વિસ્તારમાં વધુ વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે પરિસ્થિતિ વધુ વણસી શકે છે. ચીનની સ્થાનિક સરકારે રાહત અને બચાવ કાર્ય તેજ બનાવ્યું છે.

(3:18 PM IST)