હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહારાષ્ટ્ર ATSની મોટી કાર્યવાહીઃ ISIS સાથે જોડાયેલા સાકિબ નાચન અને રવિન્દ્ર વર્માની ધરપકડ
ફેસબુક દ્વારા ભારતની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને આપવાનો આરોપ પાકિસ્તાની એજન્ટે મહિલા બની ફેસબુકમાં કરી ઓળખાણ

મુંબઈ, તા.૨: મહારાષ્ટ્ર ATS દ્વારા થાણેના પડઘા વિસ્તારમાંથી આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (ISIS) સાથે સંકળાયેલા કહેવાતા આતંકવાદીના ઘરે દરોડા પાડવામાં આવ્યાં છે. ATS ટીમ દ્વારા ISIS સાથે સંકળાયેલા સાકિબ નાચનના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યાં છે. પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા (SIMI) ના અધિકારી રહેલા સાકિબને પહેલાથી જ ૨ આતંકવાદી કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. હવે ATS ટીમ દ્વારા તેની સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સાકિબ નાચન પર ૨૦૦૨-૨૦૦૩માં મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન વિલે પાર્લે અને મુલુંડ બોમ્બ વિસ્ફોટના કેસોમાં સંડોવણીનો આરોપ છે. આ આતંકવાદી ઘટનાઓમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સાકિબ નાચન ૨૦૧૭ માં સજા પૂર્ણ કર્યા પછી, તે ફરીથી કટ્ટરપંથી પ્રવળત્તિઓમાં સામેલ થઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મહારાષ્ટ્ર ATS દ્વારા ખાનગી બાતમીના આધારે ત્રણ દિવસ પહેલા ૨૭ વર્ષીય એન્જિનિયર રવિન્દ્ર વર્માની પણ ધરપકડ કરી હતી.
એન્જિનિયર રવિન્દ્ર વર્મા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી PIOના સંપર્કમાં હતો. એન્જિનિયર રવિન્દ્ર વર્મા પર આરોપ છે કે, તેણે આપણાં દેશની સંવેદનશીલ અને ગુપ્ત માહિતી સોશિયલ મીડિયા દ્વારા PIO એજન્ટ સાથે શેર કરી હતી. રવિન્દ્ર વર્મા સુરક્ષા ક્ષેત્ર સાથે સંબંધિત એક ખાનગી કંપનીમાં કામ કરે છે. એટીએસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એવું જાણવા મળ્યું કે, આરોપીએ ૨૦૨૧થી ફેસબુકમાં પાકિસ્તાની એજન્ટને સાથે સંપર્કમાં આવ્યો હતો અને ૨૦૨૩ સુધી તેની સંપર્કમાં રહ્યો અને ભારતની સંવેદનશીલ માહિતી શેર કરી હતી.
ATS દ્વારા કરવામાં આવેલી તપાસ પ્રમાણે આરોપી યુવક સાથે પાકિસ્તાની એજન્ટે મહિલા બનીને ફેસબુકમાં ઓળખાણ કરીને હતી. ત્યાર બાદ દોસ્ત બન્યા હતા આ દરમિયાન રવિન્દ્ર વર્મા ભારતની સંવેદનશીલ માહિતી પાકિસ્તાની એજન્ટ સાથે શેર કરી હતી. કાર્યવાહીની વાત કરવામાં આવે તો, ATS દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપી દીધો છે. આ કેસમાં હવે વધારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
