News of Monday, 2nd June 2025
NEET PG પરીક્ષા મુલતવી : 15 જૂનની પરીક્ષા મોકૂફ : લાખો મેડિકલ વિદ્યાર્થીઓમાં અનિશ્ચિતતા!
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) દ્વારા સત્તાવાર સૂચના બહાર પડાઈ : એક જ શિફ્ટમાં પરીક્ષા યોજવા કેન્દ્રોની વ્યવસ્થાને કારણે નિર્ણય : નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે

નવી દિલ્હી : દેશભરના લાખો મેડિકલ વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) એ 15 જૂન, 2025 ના રોજ યોજાનારી NEET PG 2025 પરીક્ષા આગામી આદેશો સુધી મુલતવી રાખવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણયથી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓમાં અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે.
NBEMS દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર સૂચનામાં જણાવ્યા મુજબ, પરીક્ષા મુલતવી રાખવાનો આ નિર્ણય વધારાના પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થાને સરળ બનાવવા માટે લેવામાં આવ્યો છે. NBEMSનો ઉદ્દેશ્ય છે કે પરીક્ષા એક જ શિફ્ટમાં યોજાઈ શકે, જેથી પરીક્ષા પ્રક્રિયામાં એકરૂપતા અને સુવિધા જાળવી શકાય.
આ જાહેરાત બાદ, NEET PG 2025 ની પરીક્ષાની આગામી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમ NBEMS દ્વારા ખાતરી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને સત્તાવાર વેબસાઇટ પર નિયમિતપણે અપડેટ્સ તપાસતા રહેવા વિનંતી કરવામાં આવી છે. આ મોકૂફીથી વિદ્યાર્થીઓને તૈયારી માટે વધુ સમય મળશે, પરંતુ તે સાથે જ પ્રવેશ પ્રક્રિયાના સમગ્ર સમયપત્રક પર તેની અસર જોવા મળશે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
