હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાબા રામદેડવને ઝટકો :273 કરોડની જીએસટી નોટિસ સામેની અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી
પતંજલિ આયુર્વેદની દલીલ હતી કે આવો દંડ ક્રિમીનલ ટ્રાયલ પછી જ લાદવો જોઈએ

પ્રયાગરાજ: યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ છેલ્લા ઘણા વર્ષોથી એક પછી એક વિવાદને કારણે સતત ચર્ચામાં રહે છે. એવામાં અલ્હાબાદ હાઈ કોર્ટએ પતંજલિ આયુર્વેદને મોટો ઝટકો આપ્યો છે. કંપની દ્વારા 273.5 કરોડ રૂપિયાની ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST) નોટિસ સામે દાખલ કરવામાં આવેલી અરજીને હાઈ કોર્ટે ફગાવી દીધી છે.
પતંજલિ આયુર્વેદની દલીલ હતી કે આવો દંડ ક્રિમીનલ ટ્રાયલ પછી જ લાદવો જોઈએ. અલ્હાબાદ હાઈ કોર્ટની જસ્ટિસ શેખર બી સરાફ અને જસ્ટિસ વિપિન ચંદ્ર દીક્ષિતની બેન્ચે આ દલીલને ફગાવતા આ અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે GST કાયદાની કલમ 122 હેઠળ ટેક્સ ઓફિસર્સ દ્વારા દંડ લાદવામાં આવી શકે છે. આ માટે ક્રિમીનલ કોર્ટમાં કોઈપણ પ્રકારની ટ્રાયલની જરૂર નથી. બેન્ચે સ્પષ્ટપણે કહ્યું કે GST દંડનો મામલો સવિલ કેસ છે. આમાં ક્રિમીનલ ટ્રાયલની કોઈ જરૂર નથી.
હાઈ કોર્ટની બેન્ચે કહ્યું કે વિગતવાર અભ્યાસ પછી, એ સ્પષ્ટ છે કે સંબંધિત અધિકારી સેન્ટ્રલ GST એક્ટની કલમ 122 હેઠળ કાર્યવાહી આગળ વધારી શકે છે. આ માટે કોઈ મુકદ્દમાની જરૂર નથી.
પતંજલિ આયુર્વેદ લિમિટેડના મહારાષ્ટ્રમાં હરિદ્વાર, સોનીપત અને અહમદનગરમાં ત્રણ એકમો છે. જ્યારે અધિકારીઓને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ વિશે ખબર પડી ત્યારે તપાસ શરુ કરવામાં આવી. આ ટ્રાન્ઝેક્શન્સ એવી પેઢીઓ સાથે થયેલા હતાં જેને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નો ઉપયોગ કર્યો હતો, પરંતુ તેમની પાસે કોઈ આવકવેરા દસ્તાવેજો ન હતાં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
