<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શંકર મહાદેવનના સૂરો ગૂંજશે :જાણો ક્યારે અને કઈ રીતે જોઈ શકાશે સમાપન સમારોહ

પ્રખ્યાત ગીતકાર શંકર મહાદેવન સંગીતની મહેફિલ દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોને ટ્રિબ્યૂટ આપશે

મુંબઈ : IPL 2025 તેના નિર્ણાયક મુકાબલા તરફ આગળ વધી રહ્યું છે. મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે હાઇ વોલ્ટેજ ફાઇનલ મેચ રમાશે. IPLની 18મી સીઝન ઐતિહાસિક બનશે, જ્યાં એક નવો ચેમ્પિયન મળશે.

IPL 2025ની ફાઇનલ અગાઉ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાવાની હતી. પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવને કારણે, IPL 10 દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. જ્યારે ટુર્નામેન્ટ ફરી શરૂ થઈ, ત્યારે ફાઇનલનું આયોજન અમદાવાદને સોંપવામાં આવ્યું.

ગમે તે હોય, IPL 2025ની ફાઇનલ પહેલા, એક સમાપન સમારોહનું આયોજન કરવામાં આવશે, જે ખાસ બનવા જઈ રહ્યું છે. પ્રખ્યાત ગીતકાર શંકર મહાદેવન સંગીતની મહેફિલ સજાવશે. આ દરમિયાન તેઓ ભારતીય સશસ્ત્ર દળોને ટ્રિબ્યૂટ આપશે. તેમના પ્રેઝન્ટેશનમાં, ઓપરેશન સિંદૂરમાં સામેલ બહાદુર સૈનિકોનું સન્માન કરવામાં આવશે અને પહેલગામ હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

IPL 2025નો સમાપન સમારોહ મંગળવાર એટલે કે 3 જૂન 2025ના રોજ યોજાશે.

(12:34 AM IST)