<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

RCB હારશે તો હું મારા પતિને છૂટાછેડા આપીશ!

ભાભીએ સ્‍ટેડિયમમાં ગાંડપણની હદ પાર કરી, પોસ્‍ટર વાંચીને લોકો ચોંકયા! : સ્‍ટેડિયમમાં ભાભીનું અનોખું પોસ્‍ટર વાયરલ થતા હંગામો મચાવી દીધો

બેંગલુરુ તા.૩: ઈન્‍ડિયન પ્રીમિયર લીગ તેના અંતિમ ચરણમાં છે. એકવાર ફરી વિરાટ કોહલીની રોયલ ચેલેન્‍જર્સ બેંગલુરુ ફાઇનલમાં પહોંચી ગઈ છે. RCB સપોર્ટર્સના શ્વાસ ફરી અધ્‍ધર થઈ ગયા છે. તેના પહેલા ૩ વાર ટીમ ફાઇનલમાં પહોંચી છે, પરંતુ ત્‍યારે તેમને હારનો સામનો કરવો પડ્‍યો હતો. આ વખતે ફેન્‍સને આશા છે કે તેમની ટીમ બાજી મારશે. અને જો આ ટીમ નહીં જીતે તો ચોક્કસથી ફેન્‍સના દિલ તૂટી જશે, અને એક ભાભીના લગ્ન! ખરેખર આ દિવસોમાં એક ભાભીનો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જે IPL મેચ જોવા માટે સ્‍ટેડિયમ પહોંચી છે. તેના હાથમાં એક પોસ્‍ટર છે. જેના પર આવું લખ્‍યું છે, જેને વાંચ્‍યા પછી ત્‍યાં હાજર લોકો આヘર્યચકિત થઈ રહ્યા છે અને તેને જોવા માટે વળગી રહ્યા છે.

હાલમાં @dangerous_ mona નામના ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ પર એક વિડિયો પોસ્‍ટ કરવામાં આવ્‍યો છે જેમાં લાલ સાડી પહેરેલી એક મહિલા તેની પ્રિય ટીમ RCBને ચીયર કરવા સ્‍ટેડિયમ પહોંચી છે. તેણે હાથમાં પોસ્‍ટર પકડ્‍યું છે, જે બધાનું ધ્‍યાન તેના તરફ ખેંચી રહ્યું છે. આ પોસ્‍ટરમાં મહિલાએ એવી વાત લખી છે કે, જેને વાંચ્‍યા પછી લોકો હેરાન થઈ ગયા હતા.

પોસ્‍ટર સાથે નજર આવી મહિલા

મહિલાએ પોસ્‍ટરમાં લખ્‍યું - RCB જો ફાઇનલમાં નહીં જીતે તો હું પતિને છૂટાછેડા આપી દઈશ! આ વાંચીને લોકો પાછળ ફરી ફરીને મહિલા તરફ જોઈ રહ્યા છે. મહિલાનું ઇન્‍સ્‍ટાગ્રામ પર @chiraiya_ho નામથી એકાઉન્‍ટ છે. તેના ૧૦ હજાર કરતાં પણ વધુ ફોલોઅર્સ છે અને તેણે આવા ઘણા વિડિયો બનાવ્‍યા છે, જેમાં એવો દાવો કરાયો છે કે, જો RCB નહીં જીતે તો છૂટાછેડા આપી દેશે. જોવા જઈએ તો આ ફેમસ થવા માટે પબ્‍લિક સ્‍ટંટ છે, તેથી તેણે તેના પોસ્‍ટર પર તેના ઇન્‍સ્‍ટાગ્રામ હેન્‍ડલનું નામ પણ લખ્‍યું છે. હવે જોવાનું એ છે કે, આ સિઝનમાં તેના લગ્ન બચે છે કે નહીં.

આ વિડિયોને ૧૦ લાખ વ્‍યૂઝ મળ્‍યા છે. એક યુઝરે કોમેન્‍ટ કરીને કહ્યું - આ વખતે તૈયાર રહો! આ મહિલાએ પોતે આ સમયનો બીજો વિડિયો પોતાના એકાઉન્‍ટ પર પોસ્‍ટ કર્યો છે જેમાં તે એક પોસ્‍ટર પકડીને જોવા મળી રહી છે. લોકોએ તેના વિડિયો પર પણ કોમેન્‍ટ કરી છે અને લખ્‍યું છે કે લોકો વાઇરલ થવા માટે કંઈ પણ કરી રહ્યા છે.

(9:19 AM IST)