હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોરોનાની મોટી સાઈડઈફેક્ટ સામે આવીઃ સાજા થયા બાદ હિયરિંગ લોસનો પ્રોબ્લેમ
એક રિસર્ચમાં ખુલાસો થયો...કોરોનાથી ઠીક થનારા દર્દીઓની સાંભળવાની ક્ષમતા ખતમ થઈ ગઈ છે. તેમાં ૪૦ ટકા લોકોમાં એક કાનથી સાંભળવાની ક્ષમતા ઓછી થઈ છે

નવી દિલ્હી તા.૩: કોવિડ ૧૯ના કેસો દિવસેને દિવસે વધતા જાય છે. આ સમયે કોરોનાના ૪ નવા વેરિઅન્ટનો ખતરો આખી દુનિયા, ખાસ કરીને એશિયન દેશોમાં વધી રહ્યો છે. કોવિડ ૧૯ વાઇરસ એવો છે, જે લોકોની ઇમ્યુનિટીને પ્રભાવિત કરે છે અને કેટલાય લોકો સાથે તો કોરોના બાદ ગંભીર રોગોની પણ શરૂઆત થઈ જાય છે. હાલમાં ભારતમાં કોરોનાના દર્દીના આંકડા ૪૦૦૦ની નજીક પહોંચી ચૂકયા છે. જો જરૂરી સાવધાની નહીં રાખવામાં આવે તો તકલીફો વધી શકે છે. આ દરમિયાન એક રિસર્ચમાં ખુલાસો થયો છે, જે એ બતાવે છે કે કોરોના બાદ લોકોને હિયરિંગ લોસ થઈ શકે છે.
રિસર્ચમાં થયેલા ખુલાસા અનુસાર, હિયરિંગ લોસનો પ્રોબ્લેમ ૮૦ ટકા લોકોમાં દેખાયો છે. દિલ્હીમાં રોહિણીની બાબા સાહેબ આંબેડકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ENT વિભાગે એક રિસર્ચ કર્યું છે. આ અધ્યયનમાં જ ખુલાસો થયો છે કે, કોરોનાથી ઠીક થનારા દર્દીઓની સાંભળવાની ક્ષમતા ખતમ થઈ ગઈ છે. તેમાં ૪૦ ટકા લોકોમાં એક કાનથી સાંભળવાની ક્ષમતા ઓછી થઈ છે, તો વળી બંને કાનથી સાંભળવાની ક્ષમતા પણ ખતમ થનારા ૬૦ ટકા લોકોની પુષ્ટિ થઈ છે. આ રિસર્ચ વર્લ્ડ વાઇડ જર્નલ ઓફ મલ્ટીડિસિપ્લિનરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં પણ પબ્લિશ થઈ છે.
હોસ્પિટલના ઈએનટી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર પંકજ કુમારે જણાવ્યું કે, કોરોનાથી ઠીક થયા બાદ ઈએનટી વિભાગમાં સાંભળવાની ક્ષમતા ખોનારા દર્દીની સંખ્યા અચાનક વધી ગઈ. એટલા માટે તેમની ટીમે મળીને એક રિસર્ચ પ્લાન બનાવ્યો, જેમાં ૧૫ દર્દીને સામેલ કર્યા હતા. તેમાંથી ૯ મહિલાઓ અને ૬ પુરુષો હતા. આ એવા દર્દી હતા, જેમને કોરોના થઈ ચૂકયો હતો અને તેમના બે વાર રિપોર્ટ પણ નેગેટિવ આવી ગયા હતા.
રિસર્ચથી જાણવા મળ્યું કે, ૩૦થી ૬૦ વર્ષના લોકોમાં કોરોનાનો ઘાતક પ્રભાવ જોવા મળ્યો છે, જેનાથી આ લોકોમાં સાંભળવાની ક્ષમતા ઓછી થઈ, જ્યારે કોરોના થતા પહેલા તેમને સાંભળવામાં કોઈ તકલીફ થતી નહોતી. આ ઉપરાંત ૩૦ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં પણ હિયરિંગ પ્રોબ્લેમ જોવા મળ્યો છે.
સ્ટડીમાં જણાવ્યા અનુસાર, ૩૦થી ૬૦ વર્ષના લોકોમાં હિયરિંગ પ્રોબ્લેમ જોવા મળ્યો છે. જેમાં ૨૬.૬ ટકા સુધી લોકોની અંદર સાંભળવામાં હળવી તકલીફ જોવા મળી છે. ૪૩.૩ લોકોમાં મામૂલી હિયરિંગ ઇશ્યૂ રહ્યો. આ આયુ વર્ગના ૬.૬ ટકા લોકોને સાંભળવામાં મધ્યમ સમસ્યા થઈ. ૩.૩ લોકોને ગંભીર હિયરિંગ લોસ થયો, જેનાથી બંને કાનોમાં સાંભળવામાં -ોબ્લેમ થયો. ૪૦ ટકા લોકોમાં એક કાનમાં સાંભળવામાં તકલીફ થઈ. ૬૦ ટકા લોકોને બંને કાનથી સાંભળવામાં તકલીફ આવી.
ડો. પંકજે જણાવ્યું છે કે, તેમણે આ ખતરાને જોતા દર્દીઓને કોર્ટિકોસ્ટેરોઇડ ન આપીને મલ્ટીવિટામિન ટેબ્લેટ્સ અથવા ઇન્જેક્શન આપ્યા, જેનાથી દર્દીમાં એક મહિનામાં સાંભળવાની ક્ષમતામાં સુધારો થવા લાગ્યો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
