<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

‘INDIA' ગઠબંધન તૂટવા લાગ્‍યું: AAP અલગ થઈ

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધન INDIAને મોટો ઝટકો લાગ્‍યો

નવી દિલ્‍હી,તા.૦૩: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધન INDIAને મોટો ઝટકો લાગ્‍યો છે. આમ આદમી પાર્ટી (AAP)એ કોઈપણ ગઠબંધનમાં રહેવાનો ઇનકાર કર્યો છે. પાર્ટીએ એમ પણ કહ્યું છે કે AAP બિહારમાં પોતાના દમ પર ચૂંટણી લડશે. AAPના રાષ્‍ટ્રીય મીડિયા સંયોજક અનુરાગ ઢાંડાએ કહ્યું કે, ‘AAP કોઈ ગઠબંધનમાં નથી. અમારી પાસે અમારી પોતાની તાકાત છે. અમે તેના પર આગળ વધી રહ્યા છીએ.' INDIA ગઠબંધન અંગે તેમણે કહ્યું તે, લોકસભા ચૂંટણી માટે હતું. અમે હવે કોઈ બ્‍લોકનો ભાગ નથી.'

 

હાલમાં AAP ઘણા રાજ્‍યોમાં વિધાનસભા ચૂંટણી માટે સંગઠનને મજબૂત બનાવવા પર કામ કરી રહી છે. સૂત્રો મુજબ પાર્ટીએ રાજ્‍યોને બે શ્રેણીઓમાં વહેંચ્‍યા છે. શ્રેણી Aમાં એવા રાજ્‍યોનો સમાવેશ થાય છે જ્‍યાં મોટી ટિકિટો પર સ્‍પર્ધા છે અને જ્‍યાં રાષ્‍ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ સક્રિય રહેશે. આમાં ગુજરાત, હિમાચલ પ્રદેશ, આસામ, ઉત્તરાખંડ, પંજાબ, દિલ્‍હી અને ગોવા શામેલ છે. બીજી તરફ, શ્રેણી Bમાં એવા રાજ્‍યોનો સમાવેશ થાય છે જ્‍યાં રાજ્‍ય નેતળત્‍વ ચૂંટણીની દિશા નક્કી કરી શકે છે.(૪૦.૧૪)

(10:06 AM IST)