<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

દુલ્‍હનના માથામાં ફિશ હેરસ્‍ટાઇલ

નવી દિલ્‍હી, તા.૩: બ્રાઇડલ લુકમાં હેરસ્‍ટાઇલ પણ બહુ મહત્ત્વની હોય છે. જોકે હેરસ્‍ટાઇલને યુનિક બનાવવામાં કયારેક એવા એક્‍સપરિમેન્‍ટ થઈ જાય છે કે લોકોમાં એ જોણું બની જાય. દિલ્‍હીના એક હેરસ્‍ટાઇલિસ્‍ટે એક દુલ્‍હનને એવી હેરસ્‍ટાઇલ કરી આપી કે એને જોતજોતામાં ૮.૩ કરોડ વ્‍યુઝ મળ્‍યા. રિશવ તિવારી નામના હેરસ્‍ટાઇલિસ્‍ટે પોતાના ઇન્‍સ્‍ટાગ્રામ પર એક દુલ્‍હનને માથામાં ફિશ હેરસ્‍ટાઇલ કરી આપી એનો વિડિયો શૅર કર્યો છે. માથાની ઉપર માછલીની આંખથી લઈને ચેક્‍સવાળું શરીર ઊંચું બનાવવામાં આવ્‍યું છે અને વાળનાં પાંખિયાં બનાવીને એમાંથી માછલીની ફિન બહાર કાઢી છે. જેલ દ્વારા એને એવી રીતે સેટ કરવામાં આવી છે કે માથાની ઉપર એ માછલી ૩-ઝમાં ઊભી દેખાય.

ક્રીએટિવિટી કયારેક અવળી પડી જાય એવું જ કંઈક રિશવ સાથે થયું છે. લોકો માથે ફરતી માછલી જોઈને માથું ખંજવાળી રહ્યા છે કે આવી માછલી માથે લઈને હવે દુલ્‍હન માથે કઈ રીતે ઓઢશે?

(3:03 PM IST)