News of Tuesday, 3rd June 2025
લગ્ન બાહ્ય સંબંધોની શંકાથી ગામ લોકોએ કપલને થાંભલા સાથે બાંધ્યું
પુરુષ પર પવિત્રીકરણની વિધિઓ કરવામાં આવીઃ બાદ બન્નેને પોલીસમાં સોંપી દેવામાં આવ્યાં

સુલતાનાબાદ,તા.૦૩: તેલંગણના સુલતાનાબાદમાં એક કપલ વચ્ચે લગ્નબાહ્ય સંબંધ હોવાની શંકાથી ગામલોકોએ ભેગા થઈને તેને જાહેર જગ્યાએ થાંભલા સાથે દોરડાથી બાંધી દીધું હતું. વાત એમ છે કે મોનિકા નામની મહિલાને ત્યાં સ્વામી નામનો પુરુષ છેલ્લા ત્રણ દિવસથી રહેતો હતો. ગામલોકોને શંકા છે કે તેમની વચ્ચે લગ્નબાહ્ય સંબંધો છે, જે ખોટું છે. આ ખોટા કામ માટે ગામલોકોએ બન્નેને ગામની બહાર જાહેરમાં બાંધી દીધાં હતાં. એ પછી પુરુષ પર પવિત્રીકરણની વિધિઓ કરવામાં આવી અને ત્યાર બાદ બન્નેને પોલીસમાં સોંપી દેવામાં આવ્યાં હતાં.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
