હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમે વિરાટ કોહલી માટે ટ્રોફી જીતવાનો પ્રયાસ કરીશું, તે ૨૦૦૮થી આ ટીમનો ભાગ છેઃ રજત પાટીદાર
ટીમ ડેવિડ રમશે કે નહિ તે નિર્ણય મેડિકલ ટીમ છેલ્લી ઘડીએ લેશે

નવી દિલ્હીઃ પંજાબ કિંગ્સ સામેની ફાઇનલ મેચ પહેલા, રજત પાટીદારે કહ્યું, અમે વિરાટ કોહલી માટે આ ટ્રોફી જીતવાનો પ્રયાસ કરીશું. વિરાટે છેલ્લા ઘણા વર્ષોમાં ટીમ ઇન્ડિયા અને આરસીબી માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. કોહલી એ થોડા ખેલાડીઓમાંનો એક છે જે અત્યાર સુધી આઈપીએલમાં ફક્ત એક જ ફ્રેન્ચાઇઝી માટે રમતા જોવા મળ્યા છે. કોહલીએ ૨૦૦૮માં બેંગ્લોરની જર્સીમાં આઈપીએલ માં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે તે જ ટીમનો ભાગ છે. કોહલીએ ૨૦૧૬ માં તેની કેપ્ટનશીપ હેઠળ RCB ને ફાઇનલમાં પણ પહોંચાડ્યું હતું. જોકે, બેંગ્લોર ટીમને ટાઇટલ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
રજત પાટીદારે ફાઇનલ મેચ પહેલા ટિમ ડેવિડની ફિટનેસ અંગે અપડેટ પણ આપ્યું હતું. રજતે કહ્યું કે મેડિકલ ટીમ છેલ્લી ઘડીએ નિર્ણય લેશે કે ડેવિડ ફાઇનલ મેચમાં પ્લેઇંગ ૧૧નો ભાગ રહેશે કે નહીં. તેમણે કહ્યું, ડોક્ટર હાજર છે અને સાંજ સુધીમાં ખબર પડશે કે ટિમ ડેવિડ રમશે કે નહીં. જોકે, તેમણે આશા વ્યક્ત કરી છે કે ડેવિડ સમયસર સ્વસ્થ થઈ જશે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ટિમ ડેવિડ ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી, તે લખનૌ અને પછી પ્રથમ ક્વોલિફાયર મેચમાં રમી શકયો નહી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
