<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

IPL 2025નો સમાપન સમારોહ સશસ્ત્ર દળોને સમર્પિત: પ્રખ્યાત ગાયક શંકર મહાદેવને દેશભક્તિના ગીતોથી સૌને મંત્રમુગ્ધ કર્યા

શંકર મહાદેવને 'એ વતન' અને 'કંધો સે મિલતે હૈ કદમ' જેવા દેશભક્તિ ગીતો ગાઈને સ્ટેડિયમના વાતાવરણને ઉત્સાહથી ભરી દીધું: સ્ટેડિયમ 'ભારત માતા કી જય'ના નારાઓથી ગુંજી ઉઠ્યું.

અમદાવાદ : IPL 2025નો સમાપન સમારોહ પૂર્ણ થયો છે. સશસ્ત્ર દળોને સમર્પિત આ કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક શંકર મહાદેવને દેશભક્તિના ગીતોથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી માટે આ સમાપન સમારોહ સશસ્ત્ર દળોને સમર્પિત કરવામાં આવ્યો હતો. શંકર મહાદેવને 'એ વતન' અને 'કંધો સે મિલતે હૈ કદમ' જેવા દેશભક્તિ ગીતો ગાઈને સ્ટેડિયમના વાતાવરણને ઉત્સાહથી ભરી દીધું. અંતે સ્ટેડિયમ 'ભારત માતા કી જય'ના નારાઓથી ગુંજી ઉઠ્યું. સ્ટેડિયમમાં હાજર દર્શકોએ પણ ભારતીય સેનાની બહાદુરીને પૂરા ઉત્સાહથી સલામ કરી અને દર્શકો સતત ત્રિરંગો લહેરાવતા રહ્યા.

ICC પ્રમુખ જય શાહ IPL 2025ની ફાઇનલ જોવા માટે તેમના પરિવાર સાથે અમદાવાદ પહોંચ્યા છે.

શંકર મહાદેવને 'એ વતન' અને 'કંધો સે મિલતે હૈં કદમ' જેવા દેશભક્તિના ગીતો ગાઈને સ્ટેડિયમને ઉત્સાહથી ભરી દીધું છે. પ્રેક્ષકો ત્રિરંગો લહેરાવી રહ્યા હતા અને સશસ્ત્ર દળોની બહાદુરીને માન આપી રહ્યા હતા. સ્ટેજની સામેના કલાકારો પણ તેમના નૃત્યથી સ્ટેજને ધમાકેદાર બનાવ્યું હતું.
પ્રખ્યાત ગાયક શંકર મહાદેવન હવે સમાપન સમારોહમાં પરફોર્મ કરી રહ્યા છે. તેમણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને પોતાના પર્ફોમની શરૂઆત કરી છે. આ દરમિયાન, શંકર મહાદેવનના પુત્રો શિવમ અને સિદ્ધાર્થ પણ સ્ટેજ પર હાજર છે. BCCI પ્રમુખ રોજર બિન્ની અને અન્ય અધિકારીઓ પણ પ્રેક્ષકોના સ્ટેન્ડમાં હાજર છે.
અમદાવાદમાં સમાપન સમારોહમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકો 'જય હો' ગીતની સૂર પર નાચ્યા. સમાપન સમારોહની શરૂઆત દેશભક્તિના ગીતોથી થઈ.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2025નો સમાપન સમારોહ યોજાયો. સમાપન સમારોહની શરૂઆત 'કેસરી રંગ' ગીતથી થઈ હતી. IPLનો સમાપન સમારોહ સશસ્ત્ર દળોને સમર્પિત છે.
દર વખતની જેમ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) IPLના ટાઇટલ મેચ પહેલા સમાપન સમારોહનું આયોજન કર્યું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખથી વધુ લોકો હાજર છે. આ વખતે સમાપન સમારોહ ભારતીય સેનાની બહાદુરીને સમર્પિત કરવામાં આવી હતી. BCCI એ ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું, તેથી જ BCCI એ ત્રણેય સેનાના વડાઓને આમંત્રણ આપ્યું હતું.

IPL 2025 તેની ટોચ પર પહોંચી ગયું છે. આજે 18મી સીઝનની ફાઇનલ મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે અને IPL ચાહકોને એક નવો ચેમ્પિયન મળશે. આ પહેલા IPLનો સમાપન સમારોહ યોજાયો જેમાં પ્રખ્યાત ગાયક શંકર મહાદેવન પોતાના અવાજનો જાદૂ વિખેર્યો હતો.

(8:30 PM IST)