<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

પ્રીતિ ઝિન્ટાના 'ડિમ્પલ' લુક પર ફેન્સ ફિદા: ફાઇનલમાં સફેદ કુર્તી અને લાલ દુપટ્ટામાં ખાસ 'પંજાબી કુડી' લુકમાં જોવાઈ

ફિલ સોલ્ટની વિકેટ પડતાની સાથે જ પ્રીતિ ઉભી રહીને તાળીઓ પાડતી જોવા મળી

અમદાવાદ :ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટાના ક્રેઝથી બધા વાકેફ છે. જ્યારે પણ IPL મેચ અને પંજાબ કિંગ્સ ટીમની મેચની વાત આવે છે, ત્યારે ચાહકોની નજર મેચ કરતાં ફ્રેન્ચાઇઝીની માલિક પ્રીતિ ઝિન્ટા પર વધુ હોય છે. આજે પણ એવું જ જોવા મળી રહ્યું છે. IPL 2025ની ફાઇનલ મેચ પંજાબ કિંગ્સ અને RCB વચ્ચે રમાઈ રહી છે.

પ્રીતિ (PBKS માલિક પ્રીતિ ઝિન્ટા) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલા ગ્રાન્ડ ફિનાલેમાં પોતાની ટીમને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમ પહોંચી છે. તેને સ્ટેન્ડમાં બેઠેલી જોઈને બધા ખૂબ ખુશ દેખાય છે. RCB ટીમ મેચમાં પહેલા બેટિંગ કરી રહી છે અને ઓપનર ફિલ સોલ્ટની વિકેટ પડતાની સાથે જ પ્રીતિ ઉભી રહીને તાળીઓ પાડતી જોવા મળી. આ દરમિયાન, ફાઇનલ મેચમાં પ્રીતિ તેના ખાસ 'પંજાબી કુડી' લુકમાં જોવા મળી રહી છે.

ચાહકો સોશિયલ મીડિયા પર પ્રીતિ ઝિન્ટાના ફોટા શેર કરી રહ્યા છે. IPL 2025 ફાઇનલ મેચમાં પ્રીતિ પંજાબી કુડી લુકમાં જોવા મળી રહી છે. તેને સફેદ કુર્તી અને લાલ ચુનરી પહેરી છે, જે તેના ડિમ્પલ લુક સાથે ચાહકોને દિવાના બનાવી રહી છે. ચાહકોને તેની આ સ્ટાઇલ ખૂબ જ પસંદ આવી રહી છે.

(11:49 PM IST)