હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સર્ચ"ની દુનિયામાં નવો યુગ: ચેટ–જીપીટી હવે ગૂગલની સરસાઈને પડકારે છે
Google ને આશર પહોંચતા એક દાયકાથી વધુ સમય લાગ્યો હતો.

ઈન્ટરનેટની દુનિયામાં સર્ચ એટલે ગૂગલ એવું સમીકરણ વર્ષો સુધી ચાલ્યું, પરંતુ હવે આ દબદબો ખતમ થવાના આરે છે! ૧૯૯૮માં ગૂગલે સર્ચની રીત બદલી નાખી હતી, પણ આજે સર્ચની દુનિયા ફરી એકવાર બદલાઈ રહી છે. ઓપન–એઆઈનું ચેટ–જીપીટી, જે માત્ર બે વર્ષ પહેલાં લોન્ચ થયું, તેણે ૩૬૫ અબજ વાર્ષિક સર્ચ સાથે ગૂગલના ૧૧ વર્ષની સફરને હંફાવી દીધેલ છે. Google ને આશર પહોંચતા એક દાયકાથી વધુ સમય લાગ્યો હતો.
આ વાતનો પત્રકાર પાલકી શર્માએ તેમના યુટ્યૂબ વીડિયોમાં fod પાડ્યો છે.(https://youtu.be/t29sX5cFiDo?si=OSNMNPqqfhoAjlBt).
એક્સ પ્લેટફોર્મ પરથી મળેલી માહિતી અનુસાર, ગૂગલની સર્ચની હિસ્સેદારી માર્ચ ૨૦૨૫માં ૮૯.૭૧% પર પહોંચી, જે ૨૦૧૫ પછી પ્રથમ વખત ૯૦%થી નીચે ગઈ છે. ચેટજીપીટી જેવા એઆઈ આધારિત સર્ચ સાધનોની લોકપ્રિયતા આનું મુખ્ય કારણ છે, કારણ કે યુઝર્સ હવે ઝડપી અને સીધા જવાબો આપતી ટેકનોલોજી તરફ વળી રહ્યા છે. ચેટજીપીટી દર મહિને ૩.૮ અબજ વિઝિટ્સ મેળવે છે અને તેની સર્ચની સંખ્યા દર મહિને ૧૫.૪૭%ના દરે વધી રહી છે. જો આ ગતિ ચાલુ રહી, તો ૨૦૨૭ની શરૂઆત સુધીમાં ચેટજીપીટી ગૂગલની વાર્ષિક ૫ ટ્રિલિયન સર્ચને પાછળ છોડી શકે છે, જે દરરોજ ૧.૬૪ અબજ સર્ચની સંખ્યા ધરાવે છે, જ્યારે ચેટજીપીટી હાલમાં દરરોજ ૧ અબજ સર્ચને સંભાળે છે.
ચેટજીપીટીનું સર્ચજીપીટી પ્રોટોટાઈપ પણ ગૂગલને ટક્કર આપી રહ્યું છે. એક્સ પર યુઝર્સનું કહેવું છે કે આ એઆઈ આધારિત સર્ચ એન્જિન રીઅલ-ટાઈમ વેબ પરિણામો આપે છે અને ગૂગલના જેમિનીથી વધુ સચોટ છે. આ ઉપરાંત, ચેટજીપીટી દરેક ૧૦ સર્ચમાંથી લગભગ ૧ સર્ચ હેન્ડલ કરી રહ્યું છે, જે બતાવે છે કે લોકો હવે વાતચીત આધારિત સર્ચ તરફ વળી રહ્યા છે.
અમેરિકામાં ગૂગલ વિરુદ્ધ ચાલી રહેલા ડીઓજે ટ્રાયલમાં પણ જજ મહેતાએ નોંધ્યું છે કે ચેટજીપીટી અને પર્પ્લેક્સિટી જેવા નવા એઆઈ ખેલાડીઓ ગૂગલના સર્ચ એકાધિકારને તોડવાની શરૂઆત કરી ચૂક્યા છે. આ બધું દર્શાવે છે કે એઆઈ ટેકનોલોજી સર્ચની દુનિયાને નવી દિશા આપી રહી છે.
ગૂગલ હજુ પણ બજારમાં મોટો હિસ્સો ધરાવે છે, પરંતુ ચેટજીપીટીની આગેકૂચે ટેક જગતમાં નવી ચર્ચા જન્માવી છે. શું ગૂગલ આ પડકારનો સામનો કરી શકશે, કે પછી એઆઈ સર્ચ એન્જિન ભવિષ્યનું નેતૃત્વ કરશે? આ સવાલનો જવાબ આવનારા વર્ષોમાં જ મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
