તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Wednesday, 4th June 2025
ગુજરાતમાં IASની કુલ જગ્યા ૩૧૩થી વધારીને ૩૪૩ કરવા પ્રસ્તાવ
વર્ષ૨૦૨૫માં રાજ્યના ૫ IAS ઓફિસર્સ દિલ્હી જશે, ૫ ડાયરેક્ટ રિકૂટમેન્ટવાળા અને ૧૦ સિલેકશન ગ્રેડવાળા IAS ઓફિસર્સ નિવળત્ત થશે

નવી દિલ્હી તા.૪: દેશમાં કુલ ૭.૩૦ કરોડની વસતિ સાથે સમળદ્ધ અને મોખરાના ગણાતા ગુજરાત રાજ્યમાં IAS (ઇંન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) ઓફિસરોની કુલ મંજૂરી થયેલી જગ્યા ૩૧૩ જેટલી છે. જેમાંથી ૨૫૭ જગ્યા ભરાયેલી છે અને ૫૬ જગ્યા ખાલી છે. આવી પરિસ્થિતિમાં રાજ્યના વહીવટ માટે અતિ-આવશ્યક એવા IAS ઓફિસર્સની તીવ્ર તંગી વર્તાઈ રહી છે. એનું મુખ્ય કારણ એ મનાય છે કે, દેશમાં IAS ઓફિસર્સનું કુલ મંજૂર થયેલું મહેકમ ૬૮૫૮ જેટલું છે. તેની સામે ગુજરાતનું IAS ઓફિસર્સનું કુલ મંજૂર થયેલી જગ્યા ૩૧૩ છે. જે દેશના IAS ઓફિસર્સની કુલ મંજૂર જગ્યાની સામે માંડ ૫ ટકા જેટલી છે ત્યારે વર્ષ ૨૦૨૪માં ગુજરાત સરકારે રાજ્યના કુલ IAS ઓફિસર્સનું મંજૂર મહેકમ ૩૧૩થી વધારીને ૩૪૩ કરવાની દરખાસ્ત મૂકી છે. હાલ, સામાન્ય રીતે ગુજરાતની કુલ વસતિ ૭.૫૦ કરોડ મનાય છે ત્યારે ગુજરાતમાં હાલ આઈએએસ ઓફિસર્સની કુલ કાની જગ્યા મુજબ રાજ્યમાં ૨.૪૦ દીઠ આઈએએસ છે.
જે અમલમાં આવશે ત્યારે ખરું પરંતુ અત્યારે ગુજરાતના ૫ IAS ઓફિસર્સ (૧) મનીશા ચંદ્રા (૨) એસ. છાકછૂક (૩) કે.કે. નિરાલા અને (૪) એસ.એસ. ગુલાટીની નિમણૂંક હમણાં જ ભારત સરકારના વિવિધ મંત્રાલયોમાં થઈ છે અને (૫) વિશાલ ગુપ્તાની નિયુક્તિ કેન્દ્રિય મંત્રીના પીએસ તરીકે થઈ હોવાથી ગુજરાતમાં સરકારમાં આ અધિકારીઓ હસ્તકની જગ્યાઓ તો ખાલી પડી જ છે અને તેમાં નવી નિમણૂંકો કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. રાજ્યમાં IAS ઓફિસર્સ આ સ્થિતિમાં ગુજરાત સરકારને ટૂંકમાં IAS ઓફિસર્સની બદલી-બઢતીનો ગંજીપો ચિપવાની ફરજ પડશે.
વર્ષ ૨૦૨૫માં ગુજરાતના (૧) મુખ્ય સચિવ પંકજ જોષી ઓકટોબર-૨૦૨૫માં વય-નિવળત્ત થઈ જશે. આ ઉપરાંત અન્ય ૪ IAS ઓફિસર્સ (૨) કમલ દાયાણી (૩) જે.પી.ગુપ્તા જુલાઈ-૨૦૨૫માં (૪) સુનયના તોમર અને (૫) એસ.જે.હૈદર ડિસેમ્બર-૨૦૨૫માં વય-નિવળત્ત થવાના છે. આમ, વર્ષ ૨૦૨૫ના અંત સુધીમાં ગુજરાતના સિનિયર IAS ઓફિસર્સમાંથી આ ૫ અધિકારીઓ તો ૬૦ વર્ષની ઉંમર થતાં વય-નિવળત્ત થઈ જશે. આ ઉપરાંત ૨૦૨૫માં જ સિલેકશન ગ્રેડના પણ ૪ IAS ઓફિસર્સ તો, વય-નિવળત્ત થઈ ચૂકયા છે અને અન્ય ૧૦ IAS ઓફિસર્સ (૧) એ.એમ.શર્મા (૨) વી.જે. વ્યાસ (૩) બી.કે.પંડયા ડી.જે.જાડેજા (૫) એ.બી.પટેલ (૬) (૭) બી.કે. વ્યાસ (૮) એસ.પી.ભગોરા (૯) એ.એમ. અને ડી.કે.બારિયા વય-નિવળત્ત છેત્યારે સ્વાભાવિક રીતે જ ગુજરાતમાં IAS ઓફિસર્સની તીવ્રતમ તંગી સર્જાશે, તે નક્કી મનાય છે.

(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
