<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

કોંગી સંગઠનનું ગુજરાત મોડેલઃ કાર્યક્ષમ નવા ચહેરાઓને જિલ્લા પ્રમુખ બનાવાશે

નવી નિમણુકો ટુંક સમયમાં: સારૂ કામ કર્યુ તેવા અમુકને ફરી તકઃ અનેક જિલ્લાઓમાં ફેરફાર રાહુલ ગાંધી બે યાદીઓ વચ્‍ચેનો ‘તફાવત' પારખી ગયાઃ રાજયમાં નવા નેતૃત્‍વ નિર્માણની નેમઃ ૨૦૨૭ની ચુંટણીની તૈયારી

રાજકોટ તા.૪: કોંગ્રેસના રાષ્‍ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધીએ ભોપાલ ખાતેના એક કાર્યક્રમમાં ગુજરાતમાં પાર્ટી સંગઠન ક્ષેત્રે ધરખમ ફેરફાર (જિલ્લાઓમાં) આવી રહયાનો નિર્દેષ કરેલ. રાજયમાં સંગઠનની નવા નેતૃત્‍વની હરોળ સર્જવાની તેમની નેમ છે. ટુંક સમયમાં ગુજરાતમાં જિલ્લા અને મહાનગરમાં નવા પ્રમુખ જાહેર થનાર છે. રાહુલ ગાંધીએ અગાઉ નિરીક્ષકો મોકલી અહેવાલ મોકલેલ. નવી પસંદગીમાં ઘણુ આશ્‍ચર્ય જોવા મળશે. તેમ માનવમાં આવે છે. સંગઠનની કાર્ય પધ્‍ધતિમાં ધરખમ ફેરફાર સાથે વિધાનસભાની આવતી ચુંટણીની તૈયારી શરૂ થઇ રહી છે.

રાહુલ ગાંધીએ જણાવેલ કે ગુજરાતમાં અમે નવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પસંદ કર્યા છે. દિલ્‍હીથી નિરીક્ષકો ગુજરાત ગયા. પ્રદેશના નેતાઓ સાથે બધા જિલ્લાઓમાં જઇને કાર્યકર્તાઓ તથા પ્રજાજનો સાથે વાત કરી. સિનિયર નેતાઓને પણ મળ્‍યા. પ્રમુખ પદ માટે નામ પસંદ કરીને દિલ્‍હી મોકલ્‍યા. મેં બન્ને યાદીઓ જોઇ. જુના જિલ્લા પ્રમુખોમાં સારા માણસો ન હતા તેવું હું કહેતો નથી. તેમાં પણ સારા લોકો હતા. તેમને ફરી જિલ્લા પ્રમુખ બનાવી શકાય છે. જે સારૂ કામ કરે છે તેણે ગભરાવાની કોઇ જરૂર નથી. મેં બે યાદીઓ જોઇ તેમાં જમીન- આસમાનનો ફેર છે. એક યાદીમાં સિનિયર નેતાઓના મદદનિશો અને બીજી યાદીમાં ભાવિ ગુજરાતનું સંભવિત નેતૃત્‍વ

(3:36 PM IST)