<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

એરોલ મસ્‍કે રામલલ્લાના દર્શન કર્યાઃ અભિભૂત બન્‍યા

અયોધ્‍યા તા. ૪: વિશ્‍વના ધનિક વ્‍યકિતમાંના એક એલોન મસ્‍કના પિતા એરોલ મસ્‍ત ભારત પ્રવાસે છે. તેમણે આજે અયોધ્‍યા ખાતે ભવ્‍ય રામ મંદિરમાં રામલલ્લાના દર્શન કરી અભિભૂત બન્‍યા હતા.

એરોલ મસ્‍ક અયોધ્‍યા રામ મંદિરમાં રામ દરબારની પ્રાણપ્રતિષ્‍ઠાના સમારોહના બીજા દિવસે પહોંચ્‍યા હતા.

તેઓએ રામલલ્લાના દર્શન કરેલ. અહીં તેઓ ૩૦ મિનિટ રોકાયા હતા. આ પછી તેઓ હનુમાન ગઢી અને કનક ભવનની પણ મુલાકાત લેશે. તેઓ સરયુ નદી કિનારે પણ જઇ શકે છે.

અયોધ્‍યા પ્રશાસનના જણાવ્‍યા અનુસાર, એરોલ મસ્‍ક બુધવારે બપોરે ૧ર વાગ્‍યે અયોધ્‍યા પહોંચ્‍યા હતા. તેઓ સીધા રામ મંદિર ગયા હતા. તેઓ મંદિર પરિસરમાં ૩૦ મિનિટ વિતાવી હતી. દર્શનની સાથે તેઓએ રામ મંદિરનું નિર્માણ પણ નિહાળ્‍યું હતું. 

(4:14 PM IST)