News of Thursday, 5th June 2025
સ્ટેડિયમ નજીક થયેલી દુ:ખદ ભાગદોડ હૃદયદ્રાવક :રાહુલ ગાંધીએ લોકોના મોત પર દુઃખ વ્યકત કર્યું
-રાહુલ ગાંધીએ કહ્યું - હું એવા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. હું ઘાયલોને ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની કામના કરું છું. આ દુઃખની ઘડીમાં હું બેંગલુરુના લોકોની સાથે ઉભો છું

નવી દિલ્હી : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક થયેલી ભાગદોડમાં લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે આરસીબીના આઈપીએલ વિજયની ઉજવણી દરમિયાન બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક થયેલી દુ:ખદ ભાગદોડ હૃદયદ્રાવક છે. હું એવા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. હું ઘાયલોને ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની કામના કરું છું. આ દુઃખની ઘડીમાં હું બેંગલુરુના લોકોની સાથે ઉભો છું.
વધુમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે કર્ણાટક સરકારે અસરગ્રસ્ત પરિવારોને શક્ય તેટલી બધી મદદ અને રાહત પૂરી પાડવી જોઈએ. કોઈપણ ઉજવણીમાં કોઈ માનવ જીવન ન ગુમાવવું જોઈએ. જાહેર કાર્યક્રમો માટે દરેક સલામતી પ્રોટોકોલની સમીક્ષા કરવી જોઈએ અને કડક રીતે અમલમાં મૂકવો જોઈએ
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
