<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

માવો ખાઈને થૂંકવાના ચક્કરમાં ચાલું ગાડીએ દરવાજો ખોલ્‍યો, ૧૦૦ની સ્‍પીડમાં હવામાં ઉડી કાર, વેપારીનું થયું મોત

એક ઈનોવા ચાલકની લાપરવાહીથી એક ભીષણ અકસ્‍માત થઈ ગયોઃ બેકાબૂ થઈને ગાડી પલટી ગઈ

રાયપુર તા.૫: છત્તીસગઢના બિલાસપુરમાં એક ઈનોવા ચાલકની લાપરવાહીથી એક ભીષણ અકસ્‍માત થઈ ગયો. જેમાં એક વેપારીનું મોત થઈ ગયું અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. આ ઘટના સોમવારે થઈ જ્‍યારે ઈનોવા ચાલકે ૧૦૦ કિમી પ્રતિ કલાકથી વધારે ગતિ પર ગુટખા થૂંકવા માટે દરવાજો ખોલ્‍યો, જેના કારણે ગાડી પલટી ગઈ અને દુર્ઘટના થઈ ગઈ હતી.

દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ૩૧ વર્ષિય જૈકી ગેહી હતો. જે ચકરભાટાનો કાપડનો વેપારી હતો. પોલીસના જણાવ્‍યા અનુસાર, ઈનોવા રસ્‍તા પર પલટી જતાં બે અન્‍ય વાહનો સાથે ટકરાઈ હતી, જેમાં એક અન્‍ય ડ્રાઈવર પણ ઘાયલ થયો હતો.

ગુટખા થૂંકવા માટે ડ્રાઈવરે ખોલ્‍યો હતો દરવાજો

પોલીસે જણાવ્‍યું કે, જૈકી ગેહી રવિવાર મોડી રાત્રે એક પાર્ટીમાં ગયો હતો અને તેણે પોતાના દોસ્‍ત આકાશ ચંદાનીને રાતના લગભગ ૧.૩૦ વાગ્‍યે તેને લેવા માટે બોલાવ્‍યો હતો. આકાશ, પંકજ છાબડા સાથે ઈનોવામાં આવ્‍યો હતો. આકાશ ગાડી ચલાવી રહ્યો હતો. પંકજ આગળની સીટ પર બેઠો હતો. જૈકી પાછળ બેઠો હતો. બિલાસપુર-રાયપુર રાજમાર્ગ પર આકાશે અચાનક ગુટખા થૂંકવા માટે દરવાજો ખોલ્‍યો હતો.

જૈકીને વધારે ઈજા થઈ

તેણે તરત વાહન પર કાબૂ ગુમાવી દીધો, જેના કારણે તે ડિવાઈડર સાથે ટકરાઈને ઘણી વાર ગાડી પલટી ગઈ. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણ લોકો ગાડીથી બહાર પડી ગયા. જૈકી ખરાબ રીતે ઉછળીને ડિવાઈડર પાસે એક મેટલના ઢાંચા સાથે અથડાયો, જેનાથી તેની છાતી, માથું અને ખભા પર ગંભીર ઈજા થઈ. તેનું ઘટનાસ્‍થળે જ મોત થઈ ગયું. આકાશ અને પંકજ પણ જમીન પર પડ્‍યા, જેનાથી તેમને ગંભીર ઈજા થઈ.

બેકાબૂ ઈનોવા એક ઊભેલી કાર સાથે ટકરાઈ ગઈ, ચારથી પાંચ વાર પલટી અને છેલ્લે એક ઊભેલી અર્ટિગો સાથે અથડાઈ, જેનાથી તેના ડ્રાઈવરને ઈજા થઈ, જેને ગાડી ચાલુ કરવા અને ખતરામાંથી બહાર નીકળવાનો મોકો પણ ન મળ્‍યો. ઘટનાની જાણકારી મળતા જ ઈમરજન્‍સી સેવાઓ તાત્‍કાલિક આવી પહોંચી. પોલીસે આ વિસ્‍તારને સીલ કરી દીધો અને ઘાયલોને સારવાર પહોંચાડી. બાદમાં રોડ પરથી કાટમાળ હટાવ્‍યો.(૩૮.૧૫)

(9:46 AM IST)