<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

ભારે કરીઃ બે ભાઈઓના મકાનના ભાગલામાં સેનાને બોલાવી દીધી

ફોજીઓ ગાડીઓ લઈને આવી ગયા

બાગપત તા.૫: બાગપતમાં બે ભાઈઓના મકાનમાં ભાગલાના વિવાદમાં ભારતીય સેનાના ફોજીની એન્‍ટ્રી થઈ હતી. સેનામાં કર્નલ ભાઈએ પોતાના ભાઈ અને કાકા પાસેથી મકાનનો કબજો લેવા માટે ફોજીઓની ટુકડી મોકલી હતી. અડધો ડઝન ફોજી ફિલ્‍મી અંદાજમાં ગામમાં પહોંચ્‍યા અને મકાનનો ગેટ અને તાળા તોડી કબજો લઈ લીધો. એટલું જ નહીં, ફોજીએ મકાનના લોખંડના દરવાજાને હથોડાની મદદથી તોડી નાખ્‍યો અને તેને પોતાના ટ્રકમાં નાખીને લઈ ગયા. મકાનના તાળા અને ગેટ તોડફોડ કરતા ફૌજીઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. જે બાદ બડોત કોતવાલી પોલીસે મામલો નોંધી લીધો છે અને પડતાલમાં લાગી ગઈ છે.

લેફ્‌ટનન્‍ટ કર્નલ તરુણ કુમાર જમ્‍મુ કાશ્‍મીરમાં સિગ્નલ રેજિમેન્‍ટમાં તૈનાત છે અને તે મેરઠની સૈન્‍ય ગાડીમાં ફૌજીઓને લઈને આવ્‍યા હતા. ગામ વાજિદપુરના રહેવાસી ધીર સિંહ તોમરે પોલીસને જણાવ્‍યું કે, તે ગામ સરુરપુર ખેડકીના ઈન્‍ટર કોલેજમાંથી વર્ષ ૨૦૨૧માં પ્રધાનાચાર્ય પદથી સેવાનિવળત્ત થયા હતા. વર્તમાનમાં તે પત્‍ની સુશીલા તથા સગીર પૌત્રી હિમાંશી સાથે ગામમાં રહે છે. હિમાંશી ધોરણ ૧૧માં ભણે છે.

તેમણે ગામમાં પોતાની પૈતળક જમીન પર ડિસેમ્‍બર ૨૦૨૪માં મકાન બનાવવાનું શરૂ કર્યું હતું. આ મકાનને પૌત્રી હિમાંશીને ગિફ્‌ટ કરી દીધું. હિમાંશીના પિતાનું ૨૦૧૧માં મોત થઈ ગયું હતું. તેમણે જણાવ્‍યું કે, મકાન બનીને તૈયાર થયું તો તેમના નાના ભાઈ ઋષિપાલ તથા તેમના દીકરા લે. કર્નલ તરુણ કુમારે ૧૭ મે ૨૦૨૫ના રોજ ઘરના તાળા તોડી નાખ્‍યા. ૧૯ મેના રોજ બપોરે બે વાગ્‍યે ઋષિપાલ, તેમની પત્‍ની અને દીકરો લે. કર્નલ કુમાર સેનાની ગાડીમાં અમુક ફોજીઓને લઈને આવ્‍યા.

ગાડીની નંબર પ્‍લેટ પર સફેદ કાગળ લગાવ્‍યા હતા. તેમણે મકાનના તાળા તોડ્‍યા અને તેનો ગેટ ઉખાડીને સેનાની ગાડીમાં નાખીને લઈ ગયા. મકાનનો સામાન રફેદફે કરી નાખ્‍યો. હિમાંશીએ વીડિયો બનાવવાની કોશિશ કરી તો તેની સાથે મારપીટ કરતા ધમકી આપી કે આ મકાનમાં રહેશો તો બધાને ગોળી મારી દઈશ. વીડિયોમાં ફોજી ગેટ તોડતા દેખાઈ રહ્યા છે.(૩૮.૧)

(3:58 PM IST)