News of Thursday, 5th June 2025
ઉત્તરાખંડમાં વેલી ઓફ ફ્લાવર્સ ખૂલી ગઈ
૩૧ ઓક્ટોબર સુધી ટૂરિસ્ટો લઈ શકશે મુલાકાત : વૅલીમાં જંગલી ફૂલો ખીલવા લાગ્યાં છે અને ચારે બાજુ હિમાલયના બર્ફીલા પહાડો છે. જેમને પ્રકળતિ અને સાહસ ગમે છે તેમના માટે વૅલી ઑફ ફ્લાવર્સની મુલાકાત લેવાનો આ શ્રેષ્ઠ સમય

ચમોલી તા.૫: ભારતમાં સૌથી આકર્ષક કુદરતી અજાયબીઓમાંના એક એવા ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા વેલી ઑફ ફ્લાવર્સ નેશનલ પાર્કને સત્તાવાર રીતે પહેલી જૂને આ સીઝન માટે ફરીથી ખોલી દેવામાં આવ્યો છે. પહેલા જ દિવસે ૮૩ ટ્રેકર્સે એની મુલાકાત લીધી હતી. વૅલીમાં જંગલી ફૂલો ખીલવા લાગ્યાં છે અને ચારે બાજુ હિમાલયના બર્ફીલા પહાડો છે. જેમને પ્રકળતિ અને સાહસ ગમે છે તેમના માટે વેલી ઑફ ફ્લાવર્સની મુલાકાત લેવાનો આ શ્રેષ્ઠ સમય છે.
વેલી ઓફ ફ્લાવર્સ ઘાસનાં મેદાનો, હિમાલયની દુર્લભ વનસ્પતિઓ અને બરફથી ઢંકાયેલાં શિખરો માટે પ્રખ્યાત છે. દર વર્ષે જૂનથી ઓક્ટોબર એને સહેલાણીઓ માટે ખુલ્લી મૂકવામાં આવે છે. જોકે મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય જુલાઈ અને ઓગસ્ટ છે કારણ કે એ ફ્લાવરિંગની મોસમ છે. એ સમયે ૬૦૦થી વધુ પ્રજાતિઓનાં ફૂલોથી વેલી છવાઈ જાય છે.(૩૮.૯)
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
