<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

ટ્રમ્‍પની પૌત્રીને પ્રપોઝ કરવા એક વ્‍યક્‍તિ રાષ્‍ટ્રપતિના ઘરમાં ઘૂસી ગયો!

આરોપી રેયસ ટેક્‍સાસનો રહેવાસી છે અને તેણે ટ્રમ્‍પના બંગલાની ઉચ્‍ચ સુરક્ષા દિવાલ પાર કરીને માર-એ-લાગોમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો

 

વોશીંગ્‍ટન તા.૫: રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના પરિવાર સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્‍યા છે. ફ્‌લોરિડાના માર-એ-લાગોમાં ટ્રમ્‍પના વૈભવી બંગલામાં -વેશવાનો પ્રયાસ કરવા બદલ ૨૩ વર્ષીય એન્‍થોની થોમસ રેયસની ગુપ્તચર એજન્‍સી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ વ્‍યક્‍તિ ટ્રમ્‍પની પૌત્રીને મળવા અને પ્રપોઝ કરવા માટે બંગલામાં આવ્‍યો હતો, પરંતુ તે નિષ્‍ફળ ગયો.

આ યુવક પર ટ્રમ્‍પની પૌત્રી કાઈ ટ્રમ્‍પને લગ્નનો પ્રસ્‍તાવ મૂકવાના ઇરાદાથી દિવાલ કૂદીને અંદર પ્રવેશવાનો આરોપ છે. આ ઘટના મંગળવારે મોડી રાત્રે બની હતી.. આરોપી રેયસ ટેક્‍સાસનો રહેવાસી છે અને તેણે ટ્રમ્‍પના બંગલાની ઉચ્‍ચ સુરક્ષા દિવાલ પાર કરીને માર-એ-લાગોમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સુરક્ષા ટીમે તેને સમયસર પકડી લીધો હતો અને તે હાલમાં પામ બીચ કાઉન્‍ટી જેલમાં છે. તેને ઼૫૦,૦૦૦ (લગભગ રૂ.૩૭ લાખ) ના જામીન પર મુક્‍ત કરવામાં આવ્‍યો છે. રસપ્રદ વાત એ છે કે, જેના માટે તેણે આ બધું કર્યું તે ટ્રમ્‍પની પૌત્રી કાઈ તે સમયે ત્‍યાં હાજર નહોતી. તાજેતરમાં ૧૮ વર્ષની થયેલી કાઈ ટ્રમ્‍પ હાલમાં તેની માતા વેનેસા ટ્રમ્‍પ સાથે બહામાસમાં વેકેશન માણી રહી છે. પોલીસ રિપોર્ટ અનુસાર, રેયેસે સ્‍વીકાર્યું કે તે કાઈ ટ્રમ્‍પને મળવા અને લગ્ન માટે પ્રપોઝ કરવા આવ્‍યો હતો.

કાઈ ટ્રમ્‍પ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ જુનિયર અને વેનેસા ટ્રમ્‍પની પુત્રી છે. તેણીએ તેના દાદા ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સાથે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણી વખત સ્‍ટેજ શેર કર્યું છે. કાઈએ તેના દાદા સાથે વિતાવેલી પળોની ઘણી ઝલક પણ તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેના કારણે તેના લાખો ફોલોઅર્સ અને ચાહકો બન્‍યા છે.

તે નોર્થ પામ બીચની એક પ્રતિષ્ઠિત શાળામાં અભ્‍યાસ કરે છે અને ટૂંક સમયમાં યુનિવર્સિટી ઓફ મિયામીમાં પ્રવેશ મેળવવા જઈ રહી છે. કાઈ હાલમાં તેની માતા વેનેસા સાથે વેકેશન પર છે. તેણે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો શેર કર્યા છે, જેમાં તે વર્જિન સ્‍ટ્રોબેરી ડાઇક્‍વિરી પીતી વખતે પૂલ કિનારે આનંદ માણી રહી છે.(૩૮.૬)

(9:50 AM IST)