<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

રેલવે ટિકિટ બુકિંગના નિયમ બદલાયાઃ હવે બધાને નહીં મળે તત્‍કાલ ટિકિટઃ આધાર કાર્ડ ફરજિયાત

તત્‍કાલ ટિકિટ બુકિંગમાં આધાર વેરિફાઇડ યુઝર્સને પ્રાથમિકતા મળશે : દરરોજ લગભગ ૨.૨૫ લાખ મુસાફરો તત્‍કાલ ટિકિટ બુક કરાવે છે

નવી દિલ્‍હી તા.૫: જો તમે ઓનલાઇન તત્‍કાલ ટિકિટ બુક કરાવો છો અને હજુ સુધી તમારા IRCTC એકાઉન્‍ટને આધાર સાથે લિંક નથી કરાવ્‍યું, તો જલદી કરો. રેલવેએ સ્‍પષ્ટ કર્યું છે કે જે વપરાશકર્તાઓના એકાઉન્‍ટ આધાર સાથે વેરિફાઇડ નથી તેમના એકાઉન્‍ટ બંધ થઈ શકે છે. રેલવે રિપોર્ટ અનુસાર, દરરોજ લગભગ ૨.૨૫ લાખ મુસાફરો તત્‍કાલ ટિકિટ બુક કરાવે છે. ૨૪ મે અને ૨ જૂન વચ્‍ચેના ડેટા દર્શાવે છે કે બુકિંગ વિન્‍ડો ખુલતાની સાથે જ, પહેલી મિનિટમાં ખૂબ ઓછી ટિકિટ બુક થાય છે (ACમાં સરેરાશ ૫,૬૧૫), પરંતુ બીજી મિનિટમાં આ સંખ્‍યા અચાનક વધી જાય છે (૨૨,૮૨૭). આનું કારણ બોટ્‍સ અને નકલી એકાઉન્‍ટ્‍સ હોવાનું માનવામાં આવે છે.

આને રોકવા માટે, રેલવેએ હવે આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ (AI)ની મદદથી ૨.૪ કરોડથી વધુ નકલી ID બ્‍લોક કરી દીધા છે અને ૨૦ લાખ એકાઉન્‍ટ્‍સ હજુ પણ તપાસ હેઠળ છે. રેલવેએ સ્‍પષ્ટતા કરી છે કે જે એકાઉન્‍ટ્‍સમાં આધાર વેરિફિકેશન નથી તેમને ધીમે ધીમે નિષ્‍ક્રિય કરવામાં આવશે.

ફક્‍ત આધાર વેરિફાઇડ યુઝર્સને જ મળશે લાભ

રેલવેનું કહેવું છે કે જે યુઝર્સના એકાઉન્‍ટ આધાર સાથે લિંક છે તેમને તત્‍કાલ ટિકિટ બુકિંગની પહેલી ૧૦ મિનિટમાં પ્રાથમિકતા આપવામાં આવશે. IRCTCના અધિકળત એજન્‍ટો પણ પહેલી ૧૦ મિનિટમાં ટિકિટ બુક કરી શકશે નહીં. રેલવેનું આગળનું પગલું એ છે કે ટૂંક સમયમાં આધાર આધારિત બ્‍વ્‍ભ્‍ વેરિફિકેશન પણ ફરજિયાત બનાવવામાં આવશે અને કાઉન્‍ટર પરથી ટિકિટ બુકિંગ માટે પણ આધાર જરૂરી બની શકે છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવે જણાવ્‍યું હતું કે ભારતીય રેલવે ટૂંક સમયમાં ઈ-આધાર સાથે તત્‍કાલ ટિકિટ બુકિંગ શરૂ કરશે જેથી જરૂરિયાતમંદ અને સાચા મુસાફરો ટિકિટ મેળવી શકે.

બારી ખુલતાની સાથે જ બધી ટિકિટ બુક થઈ ગઈ. IRCTCની તપાસમાં જાણવા મળ્‍યું છે કે છેલ્લા પાંચ મહિનામાં ૨.૫ કરોડ નકલી યુઝર આઈડી દ્વારા ટિકિટ બુક કરવામાં આવી રહી હતી, જેના કારણે સામાન્‍ય મુસાફરો ટિકિટ મેળવી શકયા ન હતા. ટિકિટ કાઉન્‍ટર ખુલતાની સાથે જ, પ્રથમ પાંચ મિનિટમાં ૨.૯ લાખ શંકાસ્‍પદ PNR જનરેટ થયા, જેમાં જનરલ અને તત્‍કાલ ટિકિટ બંનેનો સમાવેશ થાય છે. IRCTC એ ફરીથી ૨૦ લાખ વધુ યુઝર આઈડી ચકાસણી પ્રક્રિયા હેઠળ મૂકયા છે, જેથી ટિકિટના કાળાબજારને રોકી શકાય.(૩૮.૩)

(11:24 AM IST)